નલિયા સેક્સ કાંડ ફરી ગાજ્યોઃ હવસનો ભોગ બનેલી યુવતીને કોણે કરી 15 કરોડની ઓફર? જાણો વિગત
નલિયા બળાત્કાર કેસની પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેના ઉપર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેને નાણાકીય ઓફરો કરીને ખરીદીને કેસ પરત ખેંચી લેવાના પ્રલોભનો પણ આપવામાં આવી રહ્યા છે. સાથે જ આઠ આરોપીઓ પૈકી બે આરોપીના બદલે ભળતા નામ વાળી વ્યક્તિઓને જેલમાં પુર્યા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. આ કેસની વધુ સુનાવણી 16મી એપ્રિલ પર રાખવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કેસની વિગત એવી છે કે, નલિયા બળાત્કાર કેસમાં ભોગ બનનાર મહિલાએ હાઇકોર્ટ સમક્ષ કરેલી પિટિશનમાં એવી રજૂઆત કરી હતી કે, તેને આરોપીઓની ઓળખ પરેડ પણ કરાવવામાં આવી નથી. પોલીસ એક તરફ આરોપીઓની પુછપરછ કરી રહી છે ત્યારે તેની સમક્ષ ઓળખ પરેડ પણ કરાવવામાં આવતી નથી.
એક તરફ વિપુલ ઠક્કર નામનો આરોપી નાસતો ફરે છે ત્યારે બીજી તરફ પોલીસે ભરત દરજી અને વસંત ભાનુસાળી નામના બે વ્યક્તિને જેલમાં મોકલ્યા છે જોકે સાચા આરોપી ખુલ્લેઆમ ફરે છે જ્યારે ભળતા જ માણસોને પોલીસે જેલમાં મોકલ્યા છે. તેણે મેડિકલ રિપોર્ટ મેળવવા માટે ટ્રાયલ કોર્ટમાં રજૂઆત કરવા છતાં પણ તેને તે આપવામાં આવી નથી.
મહિલાએ હાલના તપાસ એજન્સીને બદલે સીબીઆઇ કે તેવી સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવા માટે માગેલી દાદના મામલે સરકારે વિરોધ કરતા એવી રજૂઆત કરી હતી કે, સીઆઇડી ક્રાઇમના સિનિયર ઓફિસરની સીધી દેખરેખ હેઠળ આ કેસમાં તપાસ ચાલી રહી છે જે યોગ્ય છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી 16મી એપ્રિલ પર મુલત્વી રાખી છે.
મહત્વનું છે કે પીડિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, કેસની તપાસ સ્વતંત્ર એજન્સીને ટ્રાન્સફર કરવામાં આવે. જેના જવાબમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો કે, કેસમાં યોગ્ય રીતે તપાસ થઈ રહી છે. પીડિતાના જે આક્ષેપ છે તે પાયાવિહોણા છે અને આ કેસમાં તપાસને ટ્રાન્સફર કરવાની જરૂર નથી.પીડિતાએ ભાભી અન્ય મહિલા સામે જે આરોપ મૂક્યા છે, તેની ઓળખ કરવી મુશ્કેલ છે.
અમદાવાદઃ કચ્છના નલિયાના દુષ્કર્મ પ્રકરણમાં પીડીતાએ હાઈકોર્ટમાં વધુ એક અરજી કરી છે. જેમાં સરકારી તંત્ર દ્વારા તેમને રૂપિયા ૧૫ કરોડની ઓફર કરાઈ હોવાનું જાણવા મળ્યુ છે. પીડીતાએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યુ છે કે, જે ૮ લોકોની ધરપકડ કરાઈ છે તેમાં ૨ આરોપીઓ ભળતા નામવાળા હોવાથી મુખ્ય આરોપીઓ બહાર છે. ધરપકડ કરાયેલ આરોપીઓની ઓળખ પરેડ કરવા હાઈકોર્ટમાં પીડીતાએ માંગણી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -