ફી નિયમનનો કાયદો રાજ્યની આ સ્કૂલોને લાગુ નહીં પડે, જાણો શું છે કારણ
શહેરમાં માંડ દશેક સ્કૂલો જ એવી હશે કે જે લઘુમતી સ્કૂલ હોવા ઉપરાંત સરકાર દ્વારા નક્કી કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવે છે. જોકે, તે સિવાયની મોટાભાગની સ્કૂલોની ફી સરકાર દ્વારા નક્કી કરાયેલા ફી માળખા જેટલી અથવા તો તેના કરતા પણ ઓછી ફી છે. જ્યાં ખાનગી સ્કૂલો રૂ. ૧ લાખ સુધી ફી ઉઘરાવી રહી છે ત્યાં લઘુમતી સ્કૂલોની મહત્તમ ફી રૂ. ૪૦ હજાર જેટલી હોવાનું જાણવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન સરકાર દ્વારા પસાર કરાયેલા વિધેયકમાં ખાનગી શાળાઓને આવરી લેવામાં આવી છે, પરંતુ તેમાં લઘુમતી સ્કૂલોને બાકાત રાખવામાં આવી છે. જેના પગલે રાજ્યમાં આવેલી ધાર્મિક લઘુમતી અને ભાષાકીય લઘુમતી સ્કૂલો માટે આ કાયદો અમલમાં રહેશે નહીં.
ત્યાર બાદ રાજ્યના શિક્ષણમંત્રીએ જાહેરાત પણ કરી હતી કે, ખાનગી સ્કૂલો પ્રાથમિકમાં રૂપિયા ૧૫ હજાર, માધ્યમિકમાં રૂ. ૨૫ હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂપિયા ૨૭ હજાર ફી લઈ શકશે. જો સ્કૂલોએ આ ફી માળખા કરતા વધુ ફી લેવી હોય તો તેમણે ફી કમિટી સમક્ષ પોતાની વિગતો રજૂ કરવાની રહેશે અને કમિટીની મંજૂરી બાદ જ તેઓ નક્કી કરેલી ફી કરતા વધુ ફી લઈ શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી બેફામ ફી ઉઘરાવવામાં આવતી હોઈ અને વાલીઓને અવારનવારની ફરિયાદ બાદ રાજ્ય સરકાર દ્વારા ૩૦ માર્ચના રોજ વિધાનસભામાં ખાનગી શાળા ફી નિયમન વિધેયક પસાર કર્યું હતું.
ગાંધીનગરઃ રાજ્ય સરકારે વિધાનસભામાં ખાનગી શાળા ફી નિયમન વિધેયક પસાર કર્યું છે તેમાંથી રાજ્યની લઘુમતી સ્કૂલોને બાકાત રાખવામાં આવી છે. જેથી આ કાયદાના અમલ બાદ પણ ધાર્મિક લઘુમતી અને ભાષાકીય લઘુમતી સ્કૂલો પોતાની રીતથી જ ફી ઉઘરાવી શકશે. શહેરની ૫૦થી વધુ ધાર્મિક અને ભાષાકીય સ્કૂલોને આ કાયદો લાગુ પડશે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -