PM નરેન્દ્ર મોદી ઉપર બંગડી ફેંકનાર ચંદ્રિકા સોલંકીનું ચૂંટણી ચિન્હ કયું છે, કેમ માગ્યું આ ચૂંટણી ચિન્હ? જાણો વિગતે
જોકે તેઓ કોંગ્રેસને બદલે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. ચંદ્રિકા સોલંકી રિક્ષામાં બેસીને ચૂંટણી ફોર્મ ભરવાં ગયાં ત્યારે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચંદ્રિકા સોલંકી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડે તેવી અટકળો હતી. તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી અને રાહુલા ટ્વિટ કરી ઉલ્લેખ પણ કર્યો હતો.
વડોદરા શહેર બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. સરકાર સામે છેલ્લા ઘણાં સમયથી આંદોલન કરી રહેલી આશા વર્કર બહેનોના આગેવાન ચંદ્રિકા સોલંકીએ ચૂંટણી લડવા તાજેતરમાં જ સરકારી નોકરી છોડી દીધી હતી.
પરંતુ છેલ્લી ઘડીએ શહેર વિધાનસભા પરથી કોંગ્રેસે ચંદ્રિકાબેનનું નામ જાહેર ન કરતાં આખરે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સંજોગોવસાત અપક્ષ ઉમદેવાર તરીકે તેમનું ચૂંટણી ચિન્હ પણ બંગડી જ આવ્યું છે.
આશા વર્કર બહેનોનાં પડતર પ્રશ્નો અંગે દોઢ મહિના કરતા વધુ સમય સુધઈ કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાળ પર બેસી સરકારને હચમચાવી દેનાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વડોદરામાં બંગડીઓ ફેંકનારા આશા વર્કરોની મહિલા આગેવાન ચંદ્રિકાબેન સોલંકીને કોંગ્રેસે ટિકિટ આપવાની ખાતરી આપી હતી.
વડોદરામાં રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા પર બંગડીઓ ફેંકી ચમકેલા ચંદ્રિકા સોલંકીને ચૂંટણી ચિન્હ તરીકે બંગડીઓનું નિશાન ફાળવવામાં આવી છે.અપક્ષ ચૂંટણી લડતાં ઉમેદવારોને ચૂંટણી પંચ વિવિધ પ્રકારના ચૂંટણી ચિન્હ ફાળવતું હોય છે, બંગડીને કારણ ચર્ચામાં આવેલા ચંદ્રિકા સોલંકીને ચૂંટણી ચિન્હ તરીકે બંગડી જ મળી છે. જોકે ચંદ્રિકા સોલંકી પોતે જ બંગડી ચિન્હની માંગ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -