CM વિજય રૂપાણીની સભામાંથી શહીદ જવાનની પુત્રીને ટીંગાટોળી કરી મહિલા પોલીસ બહાર લઈ ગઈ, જાણો કેમ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગરીબ અને વિકાસ વિરોધી કોંગ્રેસને કબ્રસ્તાનમાં મોકલવાનો સમય હવે પાકી ગયો છે. તેમણે રાહુલ ગાંધી ભલે શિવભક્ત પણ સોમનાથમાં બિન હિન્દુ તરીકે નોંધ કેમ કરી તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો.
ભાજપે આદિવાસીઓના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. ઈટાલિયન ચશ્માં ઉતારશે ત્યારે જ રાહુલ ગાંધીને વિકાસ દેખાશે. કોંગ્રેસે કાળા નાણાં પર જ રાજ કર્યું છે એટલે જ એમના પેટમાં તેલ રેડાયું છે અને નોટબંધી-GSTનો કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે.
દિલ્હીમાં રાહુલ ગાંધીના ફાર્મ હાઉસથી અક્ષરધામ 5 કિમિ જ દૂર છે તો અત્યાર સુધી તે અક્ષરધામ દર્શને ગયા જ નથી. કોંગ્રેસે પોતાના 60 વર્ષના શાસનમાં બેરોજગરોની ફોઝ ઉભી કરી છે.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં વંશપરંપરાગતતાની માનસિકતા હતી એટલે જ દેશે સહન કરવું પડ્યું હતું. હાલ ગુજરાત ચૂંટણીને લીધે જ કોંગ્રેસના નેતાઓ મંદિરોમાં જાય છે.
રાહુલ ગાંધી ભલે શિવભક્ત પણ સોમનાથમાં બિન હિન્દુ તરીકે નોંધ કેમ કરી તેવો સવાલ વિજય રૂપાણીએ ઉઠાવ્યો છે. ચૂંટણી પ્રચારના ભાગરૂપે તેમણે કેવડીયામાં જાહેરસભાને સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.
જોકે તરત જ સુરક્ષા અધિકારીઓ રૂપલને ઘેરી વળ્યાં હતાં અને ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા હતા. રૂપલે ત્યાર બાદ જણાવ્યું હતું કે, 10 વર્ષથી તેમની માગણીનો ઉકેલ આવતો નથી. તેઓ દુર્વ્યવહાર મામલે મહિલા આયોગમાં ફરિયાદ પણ કરશે.
નર્મદા: કેવડિયા કોલોની ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભામાં વસંતપુરા ગામના શહીદ અશોક તડવીની પુત્રી રૂપલે સરકારી પ્લોટ મેળવવા માટેની માંગણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને દોડીને મંચ તરફ જવાનો પ્રયત્ન કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -