આ મહિનાથી જ સુરતથી સૌરાષ્ટ્ર માત્ર બે કલાકમા પહોંચી જવાશે, જાણો કઈ રીતે?
ભારત સરકારના શિપિંગ મિનિસ્ટર મનસુખ વસાવાએ શુક્રવારે જીએમબી, રાજ્યના બંદર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને ઉપરોક્ત પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેમણે ઐતિહાસિક દ્વારકા નજીક દરિયામાં બેટ દ્વારકાના માર્ગે અંડર વોટર ગેલેરી અને અંડર વોટર રેસ્ટોરેન્ટ ડેવલપ કરવાની દરખાસ્ત પર ચર્ચા કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતથી દહેજ આવવામાં દોઢ કલાકનો સમય લાગે છે અને ત્યાંથી ફેરી દ્વારા ઘોઘા પહોંચતાં બીજા અડધો કલાક લાગશે તે જોતાં બે કલાકમાં સુરતથી સૌરાષ્ટ્ર પહોંચી શકાશે. ઘોઘા પહોંચ્યા પછી સૌરાષ્ટ્રમાં ગમે તે સ્થળે આસાનીથી પહોંચી શકાય તેવી સવલત હોવાથી સૌરાષ્ટ્રવાસીઓને બહુ મોટો ફાયદો થશે.
આ બંન્ને સ્થળો વચ્ચે અત્યારે જમીન માર્ગે 268 કિલોમીટર અંતર છે. દરિયાઈ માર્ગે રો રો ફેરી શરૂ થતાં તે ઘટીને માત્ર 31 કિલોમીટર થઈ જશે. અત્યારે સુરતથી સૌરાષ્ટ્ર જવા વડોદરા-તારાપુર થઈને જવું પડે છે તેના બદલે સીધા દહેજથી ઘોઘા જવાશે તેથી સૌરાષ્ટ્ર- સુરત વચ્ચે પ્રવાસનું અંતર સાત કલાકથી ઘટીને બે કલાક થઈ જશે.
દહેજ-ઘોઘા રો રો ફેરી ર્સિવસનુ કામ પૂરૂં થવામાં છે અને આ મહિને એટલે કે જૂનમાં જ તેનો ટ્રાયલ રન લેવાની તૈયારીઓ ગુજરાત મેરીટાઈમ બોર્ડે શરૂ કરી દીધી છે. ભારત સરકારના શિપિંગ મિનિસ્ટર મનસુખ વસાવાએ ઉપરોક્ત પ્રોજેક્ટની સમીક્ષા કરી પછી આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જૂનમાં જ આ સેવા શરૂ થઈ જશે.
અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રવાસીઓને ખુશ કરી દેવા વિજય રૂપાણી સરકાર આ મહિને બહુ મોટી ભેટ આપશે અને દહેજ-ઘોઘા રો રો ફેરી સર્વિસ શરૂ કરી દેશે. તેના કારણે સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે પ્રવાસનું અંતર હાલના ઓછામાં ઓછા સાત કલાક લાગે છે તે ઘટીને માત્ર બે કલાક થઈ જશે.
મનસુખ વસાવાએ નવલખી અને પોરબંદર પોર્ટ ખાતે કોસ્ટલ બર્થ ડેવલપ કરીને સિમેન્ટ, મીઠાનું પરીવહન સરળ બનાવવાથી લઈને વેરાવળ, માંગરોળમાં ફિશિંગ હાર્બર, અલંગ શિપયાર્ડમાં ટ્રેઈનિંગ સેન્ટર શરૃ કરવા માટે નિર્ણય લેવાયા હોવાની માહિતી જાહેર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -