દાહોદઃ પિતાની નજર સામે જ બે સગીર દીકરીઓ પર જીપમાં 5 શખ્સોએ ગુજાર્યો બળાત્કાર, વાંચો પીડિતાની જુબાની
દાહોદ: દેવગઢ બારિયાના એક ગામમાં સ્થાનિક બુટેલગરનું નામ પોલીસમાં આપનાર યુવકની બે સગીર બહેનો અને તેના પિતાનું અપહરણ કરી અને કારમાં જ બંને સગીરાઓ પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. બળાત્કાર કર્યા પછી યુવતીઓ અને તેના પિતાને જીપમાંથી બહાર ફેંકી દીધા હતા. આ અંગે ફરિયાદ થતાં પાંચની ધરપકડ કરવામાં આવી છે.
પીડિતા યુવતીઓએ સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તે અને તેમના પિતાને બે બાઇક અને જીપમાં આવેલા શખ્સો જીપમાં નાખીને લઈ ગયા હતા. જીપમાં તેમના પિતાને માર માર્યો હતો અને તેમની ઉપર બંદૂકો ટેકવી દીધી હતી. આ પછી બંને સગીરાઓના કપા ફાડી નાંખ્યા હતા અને એક પછી પાંચ શખ્સોએ ક્રૂરતાપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.
પીડિતા યુવતીએ જણાવ્યું હતું કે, નાની બહેનના પેટ પર સોજો આવી ગયો હતો. રાત્રે એક સાથે ત્રણ બોટલ ચઢાવ્યા બાદ તેનો સોજો ઉતર્યો હતો. સવારે થોડી ભાનમાં આવ્યા પછી ફરી બેભાન થઇ ગઇ હતી. અમારી સાથે ઘણું જ ખોટુ કર્યું છે. અમારું જીવન બગાડ્યું છે. તેમને જીવનભરની જેલ થઇ જોઇએ, તેવું પીડિતાએ જણાવ્યું હતું.
બુટલેગરોએ દારૂના ગુનામાં પકડાયેલા તારા ભાઈએ અમારું નામ આપ્યું છે, જ્યાં સુધી મારું નામ કાઢે નહીં ત્યાં સુધી તમને છોડવાના નથી, એમ કહીને બન્ને કિશોરીઓને ઉપાડીને જીપમાં નાખી દીધી હતી. એ પછી બુટલેગર અને તેના સાગરિતોએ દસ કિલોમીટર સુધી ચાલુ જીપે 15 વર્ષની કિશોરી પર ચાર જણે તથા તેની 13 વર્ષની બહેન પર બે જણે દુષ્કર્મ આચર્યું હતું.
બુટલેગરોના પાશવી અત્યાચારનો ભોગ બનનાર બન્ને યુવતીઓના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે. ગુરૂવારે સવારે 9.30 વાગ્યે તેઓ પોતાની 15 અને 13 વર્ષની બે દીકરીઓ સાથે બેઠા હતા ત્યારે નજીકના ફાંગિયા ગામનો બુટલેગર ફુમતા ફતેસિંગ રાઠવા, ગોપસિંગ સબુર તથા 7 સાગરિતો ધસી આવ્યા હતા. તેમની સાથે બે મોટર સાઇકલ પર સવાર ચાર અન્ય સાગરિતો હતા.
આ ઘટનાને પગલે એસપી મનોજ નિનામા તથા રેન્જ આઇજી અભય ચુડાસમા દેવગઢ બારિયા ધસી ગયા હતા. પોલીસે કુલ 11 લોકો સામે ગુનો નોંધ્યો હતો. તે પૈકીના એક બુટલેગર સહિત પાંચ જણની ધરપકડ કરી હતી. ફાંગિયામાં કોમ્બિંગ દરમિયાન કુમતો અને તેની સાથેના અન્ય ચાર યુવકો જીપ સાથે મળી આવતાં પીછો કરીને તેમને ઝડપી પાડ્યા હતાં.
આ અંગે એવી પણ વિગતો મળી છે કે, જે સગીરાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો તેમનો સગો મોટો ભાઇ પણ હિસ્ટ્રીશિટર બૂટલગેર છે. જેની સામે દારૂની હેરાફેરીના અનેક ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયેલા છે. તાજેતરમાં દેવગઢબારીયા પોલીસ દ્વારા દારૂના 4 ગુનાના કેસમાં વોન્ટેડ હોઈ તેની ધરપકડ પણ કરી દામવાવ પોલીસને સોંપ્યો હતો.
આ અંગે ફરિયાદ થતાં પોલીસે બુટલેગર સહિત પાંચ જણની ધરપકડ કરી હતી. જેમાં કુમત ફતેસિંગ બારિયા, ગણપત ફતેસિંગ બારિયા, નરવત મગન બારિયા, સુરેશ કલ્યાણ બારિયા, ગોપસિંગ ભેમા બારિયાનો સમાવશે થાય છે. તેમની સાથે બીજું કોણ કોણ હતું તે અંગે પૂછપરછ ચાલી રહી છે.
પીડિતાએ જણાવ્યું હતું કે, તેમને ઘણી જ પીડા થઇ હતી. નાની બહેન તો બિલકુલ બેભાન થઇ ગઇ હતી. પોતે પણ ઢીલી પડી ગઇ હતી, પણ તેને થોડું ભાન હતું. ગામના લોકો પીછો કરતાં હોવાથી ચાલુ ગાડીએ ત્રણેને બહાર ફેંકીને બળાત્કારીઓ ફરાર થઈ ગયા હતાં. ત્યાર બાદ 108 બોલાવીને અમને દવાખાને લઇ જવાયા હતાં.