દાહોદ: યુવતીને ઢોર માર માર્યો બાદમાં વાળ કાપ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતી કોઈ યુવક સાથે ભાગી ગઈ હતી અને અમદાવાદ રોકાઈ હોવાનું કહી રહી છે. જોકે, યુવતીને ભગાડી લઈ જનાર યુવક યુવતીને છોડીને ભાગી ગયો હતો. ગામના લોકો યુવતીને લઈને ઘરે આવ્યા અને અહીં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે.
યુવતીને બે-ત્રણ યુવકોએ પકડી રાખી છે તો એક શખ્સ મોબાઈલમાં વીડિયો ઉતારી રહ્યો છે. જે અન્ય યુવકને યુવતી ઉપર બેસી જવાનું કહે છે અને માર મારવાનું કહી રહ્યો છે. વીડિયોમાં યુવતીને કેટલાંક યુવકો સવાલો કરી રહ્યાં છે જેના પરથી લાગી રહ્યું છે કે, પ્રેમ પ્રકરણ હોય તેવું લાગી રહ્યું છે.
એક યુવતીને બે-ત્રણ યુવકોએ પકડી રાખી છે અને યુવતી રડી રડીને માફી માંગી રહી છે તો પણ અત્યાચાર ગુજારી રહેલા યુવકોની સાથે એક આધેડ વયની મહિલા પણ નજર આવી રહી છે. આ મહિલા એક ચપ્પુ વડે યુવતીના વાળ કારી રહી છે. યુવતીના વાળ કાપી નાખવામાં આવે છે.
દાહોદ: હાલ સોશિયલ મીડિયા પર એક યુવતીને જાહેરમાં માર મારતો વીડિયો વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો દાહોદ જિલ્લાના એક ગામનો હોવાની આશંકા છે. વીડિયોમાં યુવતીને એક આધેડ વયની મહિલા અને અન્ય કેટલાંક યુવકો માર મારી રહ્યાં છે અને તેના વાળ પણ કાપી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -