પોલિસની નિષ્ક્રિયતાથી કંટાળીને દલિત સરપંચનો પરિવાર સાથે આત્મહત્યાનો પ્રયાસ
મનજીએ પોલિસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભગીરથે તેની 60 વર્ષની માતા પર તલવાર વડે હુમલો કર્યો હતો જે પણ સરપંચ છે. પરંતુ ગામ લોડોના સમજાવ્યા બાદ તે પાછો ચાલ્યો ગયો હતો. મનજીએ વધુમાં લખ્યું હતું કે, આ પહેલા પણ ભુતકાળમાં ભગીરથે તેના પરિવાર પર બે વખત હુમલો કર્યો હતો અને તે નતો ઈચ્છતો કે અમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ સરપંચની ચૂંટણી લડે. એક વર્ષ પહેલા ભગીરથ દ્વારા તેના પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું. મનજીએ આરોપ લગાવ્યો કે, ત્રણ વર્ષ પહેલા ભગીરથ અને તેના સાથીદારોએ તેના પરિવાર પર હુમલો કર્યો હતો જે અંગે અમે પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ તે સમયે પોલિસે કોઈ કાર્યવાહી કરી ન હતી. રાણપુર પોલિસે આ અંગે જણાવ્યું કે, કાળીબેન સોલંકિ છેલ્લા ચાર વર્ષથી જલીલા ગામના સરપંચ છે. તેના પુત્ર મનજી, તેની પત્ની અને પૌત્ર તુષાર તેની સાથે જ રહે છે. અરજી અનુસાર ભગીરથ ખચર કે જે દરબારસાવમાં રહે છે તે છેલ્લા ઘણાં વર્ષોથી તેના પરિવાર સાથે દુશ્મનાવટ રાખી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ત્રણે પોલિસ સ્ટેશને ભગીરથ ખચર વિરૂદ્ધ ફરિયાદ કરવા ગયા હતા પરંતુ પોલિસે તપાસ કર્યા વગર ફરિયાદ લેવાની ના પાડી હતી. ત્યાર બાદ આ ત્રણેય પોલિસ સ્ટેશનની બહાર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે ત્યારં હાર પોલિસે તરત જ આ ત્રણેય આત્મહત્યા કરતા બચાવી લીધા હતા.
અમદાવાદઃ અસામાજિક તત્ત્વો દ્વારા વારંવાર હુમની ફરિયાદ પોલિસને કરવા છતાં પોલિસની નિષ્ક્રિયતાથી કંટાળીને આખરે રાણપુરના જલિલ ગામના દલિત સરપંચ અને ઉપ સરપંચ અને તેના પત્નીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. જલિલા ગામના સરપંચ કાળીબેન સોલંકી, ઉપ સરપંચ મનજીસોલંકી અને તેના પત્ની ગીતાબેન સોલંકીએ રાણપુર પોલિસ સ્ટેશનની બહાર જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -