ડીસાના પૂર્વ ધારાસભ્યની કારને નડ્યો અકસ્માત, જાણો સંપૂર્ણ વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Nov 2018 10:59 AM (IST)
1
ડીસાઃ બનાસકાંઠા જિલ્લાના ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઇની કારને રામપુરા પાસે અકસ્માત નડ્યો છે. જોકે, આ અકસ્માતમાં ગોવાભાઈ દેસાઇનો આબાદ બચાવ થયો છે. સામેથી આવતી ગાડીને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો.
2
3
ડીસા-થરાદ હાઈવે પર રામપુરા પાસે સામેથી આવતી કારને બચાવવા જતાં પૂર્વ ધારાસભ્યની ફોર્ચ્યુનર કાર પલટી મારી ગઈ હતી. જોકે, તેમાં ગોવાભાઈનો આબાદ બચાવ થયો છે. અકસ્માત થતાં લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.