✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થતા હુમલાઓ બાદ DGPની પ્રેસ કૉંફ્રંસ કહ્યું, 342 લોકોની કરાઈ અટકાયત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Oct 2018 06:36 PM (IST)
1

શિવાનંદ ઝાએ હુમલાની વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં સાત જીલ્લામાં પરપ્રાંતિય પર હુમલાઓની ઘટના સામે આવી છે. મહેસાણા જીલ્લામાં 15 ફરિયાદ સામે આવી, જેમાં 89 લોકોની અટકાયત કરવામાં આવી છે. સાબરકાંઠામાં 11 ફરિયાદ, જેમાં 95 લોકોની અટકાત કરવામાં આવી. અમદાવાદ શહેરમાં 7 ફરિયાદ થઈ, જેમાં 73 લોકોની અટકાયત કરાઈ. ગાંધીનગરમાં 3 ફરિયાદ, જેમાં 27 લોકોની ઘટના સામે આવી છે. અરવલ્લીમાં 2 ફરિયાદ, જેમાં 20 લોકોની અટકાયત કરાઈ છે. અમદાવાદ ગ્રામ્યમાં 3 ફરિયાદ, જેમાં 36 લોકોની અટકાયત કરવામાં આવી, જ્યારે સુરેન્દ્રનગરમાં 1 ફરિયાદ નોંધાઈ, જેમાં 2 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ રીતે રાજ્યના સાત જીલ્લામાં કુલ 42 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં કુલ 342 લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

2

અમદાવાદ: સાબરકાંઠાના ઢૂંઢર ગામમાં બે વર્ષની બાળકી સાથે પરપ્રાંતિય ફેક્ટરી મજૂર દ્વારા દુષ્કર્મની ઘટના બાદ રાજ્યના પાંચ-છ જીલ્લામાં પરપ્રાંતિય લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. આ અંતર્ગત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. શિવાનંદ ઝાએ આ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, સાંબરકાંઠામાં એક બાળકી સાથે જે રીતે દુષ્કર્મની ઘટના બની તે ખુબ આઘાત જનક છે. આ ગુનો કરનાર અપરાધીએ ઝડપી પાડી, તેને સખતમાં સખત સજા થાય તે માટે કાર્યવાહી પણ કરી છે. પરંતુ આ ઘટના બાદ જે રીતે અન્ય નિર્દોષ પરપ્રાંતિય લોકો પર હુમલાની ઘટના સામે આવી રહી છે તે દુખની વાત છે.

3

શિવાનંદ ઝાએ પરપ્રાંતિય પર હુમલાની ઘટના પર દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ પરિસ્થિતિને પહોંચીવળવા માટે પોલીસ તમામ પ્રકારના પ્રયત્ન કરી રહી છે. અત્યાર સુધીમાં હુમલાની ઘટનામાં કુલ 42 જેટલી ફરિયાદ નોંધાઈ ચુકી છે. જેમાં 342 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાતમાં પરપ્રાંતિયો પર થતા હુમલાઓ બાદ DGPની પ્રેસ કૉંફ્રંસ કહ્યું, 342 લોકોની કરાઈ અટકાયત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.