પોરબંદરની મહિલાએ પંજાબી યુવાન સાથે માણ્યું સેક્સ, પછી શું કર્યું કે યુવાન 13 લાખ આપવા થયો તૈયાર?
આખરે બલજિંદરે બલદેવનગર પોલીસ મથકે પહોંચીને પોલીસને હકીકત જણાવી. મહિલા પોતાની પાસે લાખ રૂપિયા માંગી રહી હોવાનું જણાવ્યું. પોલીસે નિશાન કરેલી નોટો બલજિંદરને આપી છટકું ગોઠવ્યું. મહિલા રૂપિયા લેવા આવતાં પોલીસે મહિલાને રંગેહાથ ઝડપી લીધી. હાલ મહિલા જ્યુડિશીયલ કસ્ટડીમાં છે.
છંછેડાયેલી મહિલાએ બલજિંદર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પરંતુ બંને વચ્ચે સમાધાન થઇ ગયું. એ પછી મહિલાએ મહિલા પોલીસને બીજી ફરિયાદ પણ કરી. બંને વચ્ચે રૂપિયા 13 લાખમાં સમાધાન થયું હતું. બલજિંદરે આ રકમ આપવા સમય માંગ્યો તો મહિલા તેના પર દબાણ કરવા લાગી.
બલજિંદરે લગ્ન પછી પૈસા આપવાની તૈયારી બતાવી પણ મહિલવા લગ્ન પહેલાં જ રૂપિયા માટે આગ્રહ કરતી હતી. રૂપિયા મળે પછી જ લગ્ન કરવાની તેણે વાત કરતાં બલજિંદર સતર્ક થઈ ગયો. તેણે મહિલા સાથેનું અંતર વધારી દીધું અને તેના બધાજ નંબરો બ્લોક કરી દીધા.
બંને સિમલા સહિતનાં સ્થળોએ ફરવા પણ ગયાં ને આ દરમ્યાન બંને વચ્ચે પતિ-પત્નિની જેમ શારીરિક સંબંધો હતા. આ મહિલા પોરબંદર આવી પછી બલજિંદર પણ તેને મળવા પોરબંદર આવ્યો હતો. આ દરમિયાન પણ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. પોરબંદમાં મહિલાએ ધંધો વધારવા બલજિંદર પાસે પૈસા માંગ્યા હતા.
બંનેને બાકીની જીંદગી સાથે વિતાવવા જીવનસાથીની તલાશ હતી તેથી સંપર્ક થયા બાદ બંને એકબીજાની નજીક આવ્યાં. મહિનાઓ સુધી ફોન પર વાતચીત અને ચેટીંગ બાદ બલજિંદરે તેને અંબાલા બોલાવી. અંબાલામાં કેટલાક દિવસ બંનેએ સાથે વિતાવ્યા અને એ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા.
આ કેસની વિગત એવી છે કે, પોરબંદરમાં બ્યુટી પાર્લર ચલાવતી એક 49 વર્ષીય મહિલાએ 2017માં શાદી ડોટ કોમ મારફતે પંજાબનાં અંબાલાનાં રેલ વિહારમાં રહેતા બલજિંદર પાલ સાથે દોસ્તી કરી હતી. આ મહિલા ડિવોર્સી છે અને તેને એક પુત્રી છે. બલજિંદરનો પણ પત્ની સાથે ડીવોર્સનો કેસ ચાલી રહ્યો છે અને તેને એક પુત્ર છે.
પોરબંદર: પોરબંદરમાં બ્યુટી પાર્લર ધરાવતી મહિલાએ પંજાબનાં યુવાન સાથે એક મેટ્રિમોનિયલ વેબસાઈટના માધ્યમથી દોસ્તી કરી હતી. એ પછી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેની સાથે રહીને સેક્સ સંબંધો માણ્યા પછી યુવાનને બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવવા જતાં પંજાબની જેલમાં હવા ખાવાનો વારો આવ્યો છે.