ગુજરાતમાં પણ વસેલું છે એક PARIS, જુઓ ગામમાં કેવો છે અદભુત નજારો
ગુજરાતનું સૌથી વધુ સમૃદ્દ ગણાતું આણંદ જિલ્લાનું ધર્મજ ગામનો આજે એટલે 12 જાન્યુઆરીએ 13મો ધર્મજ-ડે મનાવવા માટે તમામ તૈયારી કરી દેવામાં આવી છે. ચલો થીમ આધારીત ધર્મજોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગ હોવાથી વિદેશમાં રહેતા ગુજરાતીઓ પોતાના માદરે વતન ધર્મજ આવી રહ્યા છે. આ ગામ પર એક નજર કરીએ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધર્મજ ગામમાં પ્રવેશતાં જ તમામ માર્ગો પાકા અને બાજુમાં બ્લોક બેસાડેલાં જોવા મળે છે. ગામડું હોવા છતાં ક્યાંય ઉકરડાં કે કચરાંના ઢગ ખડકાયેલાં નથી. કાદવ-કિચ્ચડ તો ઠીક પાણીનું ખાબોચિયું પણ જોવા નહીં મળે. માર્ગ પર કચરો તો ઠીક માટી કે ધૂળ પણ નથી. કલ્પના ન કરી શકીએ એવો છે ધર્મજ ગામનો નજારો.
તેમજ સ્વચ્છતા માટે રોડ સ્લીપર જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં પણ અગ્રેસર રહે છે. ધર્મજમાં ગ્રામજનોના સહકારથી પંચાયત દ્વારા નિયમિત સફાઇ કામ થઈ રહ્યા છે અને ગામમાં સ્વચ્છતા જળવાય છે.
ધર્મજ ગામમાં 25 વોર્ડ અને અંદાજે 12 હજારની વસતિ છે. વર્ષ 1895થી નોકરી ધંધા અર્થે વિદેશમાં ગયેલાં ગ્રામજનોએ ધર્મજને ચરોતરના ‘પેરિસ’ની ઉપમા અપાવી છે. વિદેશમાં જઈને સ્વચ્છતાનું મહત્વ સમજતાં ગ્રામજનોએ સ્વયં સ્વચ્છતા માટે અલર્ટ રહે છે.
દેશમાં ભલે સ્વચ્છતા ઝૂંબેશ હમણાં હાથ ધરવામાં આવી હોય પણ અહીં વર્ષો અગાઉ અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ગામમાં પંચાયત દ્વારા જ સાફ-સફાઈ કામ કરાવવામાં આવી રહી છે. જેમાં ગ્રામજનો સ્વચ્છતા જાળવવાની પોતાની જવાબદારી સમજીને આ ગામ ચોખ્ખાચણાંક રાખે છે. પંચાયતની સાથે અહીંના એનઆરઆઇ પણ ગામોને સમયે સમયે મદદરૂપ થતાં રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -