અંદાજે 12 હજારની વસ્તી ધરાવતાં ગુજરાતના કયા ગામમાં છે એક ડઝન જેટલી બેંકો? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધર્મજ ગામમાં દેના બેંક, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઇ), અલ્હાબાદ બેંક, કેનેરા બેંક, આઇસીઆઇસીઆઇ, ઇન્ડસઇન્ડ બેંક, એચડીએફસી બેંક, પંજાબ નેશનલ બેંક, કોર્પોરેશન બેંક અને ધી ધર્મજ પીપલ્સ કો.ઓપરેટિવ બેંક લિ. સહિત ઘણી બેન્કો છે.
ગુજરાતનું સૌથી વધુ સમૃદ્દ ગણાતું આણંદ જિલ્લાનું ધર્મજ ગામનો આજે એટલે 12 જાન્યુઆરીએ 13મો ધર્મજ-ડે મનાવવા માટે તમામ તૈયારી કરી દેવામાં આવી છે. ચલો થીમ આધારીત ધર્મજોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગ હોવાથી વિદેશમાં રહેતા ગુજરાતીઓ પોતાના માદરે વતન ધર્મજ આવી રહ્યા છે. આ ગામ પર એક નજર કરીએ....
ધર્મજ આવે એટલે સ્થાનિક બેંકમાં અમુક રકમની ડિપોઝીટ કરીને જવાનો એક ટ્રેન્ડ શરૂ થયો હતો જે આજે પણ ચાલતો આવે છે તેવું જાણવા મળ્યું હતું. વિદેશના જુદાં જુદાં દેશોમાં ધર્મજના 3 હજારથી પણ વધારે પરિવારો સ્થાયી થયેલાં છે. જેમાંથી 2000 ધર્મજિયન્સ દર વર્ષે વતન આવે છે. એનઆરઆઈ અને સ્થાનિક સુખી, સમૃદ્ધ પરિવારો દ્વારા બચતનું બેંકમાં થતું મોટાપાયે રોકાણના કારણે ઇન્વેસ્ટર્સનું ગામ બની રહ્યું છે.
ધર્મજમાંથી વર્ષ 1895થી 1916ના ગાળામાં વિદેશગમનની શરૂઆત થઈ હતી. મોટાભાગના લોકો આફ્રિકામાં સ્થાયી થયા હતા. જેઓને વર્ષ 1968માં આફ્રિકાની સ્થાનિક પરિસ્થિતિઓને કારણે ઘર-મિલકત તમામ વસ્તુઓ છોડીને પહેરેલાં વસ્ત્રોમાં ઇંગ્લેન્ડ સ્થળાંતર કરવું પડ્યું હતું. આફ્રિકામાં જહોજલાલીમાં રહેલાં લોકોને ઇંગ્લેન્ડના કેમ્પમાં રહેવાની ફરજ પડી હતી. ત્યારબાદ વિદેશમાં સ્થાયી થયેલાં પરિવારોએ વતનમાં થોડીઘણી બચત કરવા પ્રેરાયાં હતાં.
ધર્મજમાં બેંકિગ ક્ષેત્રનો વિકાસ પણ ઘણો જૂનો છે. વર્ષ 1959માં 18મી ડિસેમ્બરે દેના બેંકની ગામમાં સૌપ્રથમ શાખા શરૂ થઈ હતી. ત્યારબાદ વર્ષ 1969માં સહકારી બેંક શરૂ કરવામાં આવી હતી. તેની સાથે બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડાની શાખાઓ પણ શરૂ કરાઈ હતી. હાલમાં ગામમાં એક ડઝન કરતાં પણ વધારે બેંકની શાખાઓ ધમધમે છે. જેની પાછળનું મુખ્ય કારણ બેંક ડિપોઝીટને માનવામાં આવે છે.
અંદાજે 12 હજારની વસતિ ધરાવતાં ગામમાં નેશનલાઈઝ, પ્રાઈવેટ અને કો.ઓપરેટિવ સહિતની 13 બેંકની શાખાઓ ધમધમી રહી છે. આ ગામમાં લોન લેનારાંઓ કરતાં ડિપોઝીટ મૂકનારાંઓની સંખ્યા વધુ છે. જોકે ઈન્વેસ્ટર્સનું ગામ એટલે પેરિસ તરીકે ઓળખાતું આણંદનું ધર્મજ ગામ. દુનિયાનો કોઈ દેશ એવો નહીં હોય જ્યાં ધર્મજનો વતની ન વસતો હોય. વિદેશમાં સ્થાયી થયેલાં પરિવારો દ્વારા બેંકમાં મુકવામાં આવતી ડિપોઝીટના કારણે બેંકિગ ક્ષેત્રમાં ધર્મજ બિઝનેસ સેન્ટર બની રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -