હાર્દિકે 5 કરોડ રૂ.ની ગરબડ કરી, હિસાબ આપેઃ દિનેશ બાંભણીયાનો હાર્દિક પર આરોપ
પાસને મળેલા ફંડનો હિસાબ કોર કમિટી સામે રજૂ કરે. ઉપરાંત એક કાર્યક્રમ માટે એનસીપીએ ફંડ આપ્યો આરોપ પણ લગાવ્યો છે. કોંગ્રેસ પાસનો રાજકીય ઉપયોગ કરી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત મિલકત વસાવવાનો પણ આરોપ લગાવ્યો, કહ્યું કે, હાર્દિકે સોલા-ભાગવત સામે એપોલો આર્કેડમાં મિલકત વસાવી છે, આ સિવાય વિરમગામ, સુરત અને ભરૂચમાં પણ મિલકતો ખરીદ્યાનો આક્ષેપ કર્યો હતો.
સીડી બાબતે બાંભણીયાએ કહ્યું કે, વાયરલ થયેલી સીડી બાબતે હાર્દિકે ખુલાસો કરવો જોઇએ, હાર્દિક પાસને ગેરમાર્ગે દોરી રહ્યો છે, તે સમાજથી મોટો નથી. 30 તારીખની ચિંતન શિબિર જાહેરમાં કરવી જોઇએ, તેમાં માત્ર સિલેક્ટેડ લોકો જ કેમ સામેલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાસના કન્વીનર દિનેશ બાંભણીયા છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રીય થઇ ગયા હતા, પણ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને પાસ અને હાર્દિક પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે. બાંભણીયાએ કહ્યું કે, હાર્દિકે રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ વિધાનસભાની 30 બેઠકો માટે ટિકીટ માંગી હતી. આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અમને લિસ્ટ પણ આપ્યું હતું. આંદોલન રાજકીય રંગ લઇ રહ્યું છે.
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશ બાંભણીયાએ કેટલાક ખુલાસા કરતાં હાર્દિક પર ગંભીર આરોપ લગાવ્યા છે. કહ્યું કે, હાર્દિક પટેલે 5 કરોડ રૂપિયાની ગરબડ કરી છે, શહીદો માટેના રૂપિયા તેમના ઘર સુધી પહોંચ્યા નથી. હાર્દિકે તેનો હિસાબ આપવો જોઇએ.
શહીદોના ફંડ વિશે આક્ષેપ લગાવતા કહ્યું કે, હાર્દિકે 5 કરોડ રૂપિયાની ગરબડ કરી છે. શહીદોના ફંડના પૈસા હજુ સુધી તેમના ઘર સુધી પહોંચ્યા નથી. 13 પરિવારે પોતાના દિકરા ગુમાવ્યા, તેમને સહાય ક્યારે મળશે, તેના જવાબ સાથે હાર્દિક હિસાબ આપે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -