✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હિંમતનગરઃ ડોક્ટરે ક્લિનિકમાં કામ કરતી યુવતી સાથે સેક્સ માણી વીડિયો ઉતાર્યો, ડોક્ટરના પુત્રને મળી ક્લિપ ને તેણે પણ બનાવી હવસનો શિકાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Oct 2018 10:39 AM (IST)
1

એટલું જ નહીં ડોક્ટરના પુત્ર પરવેઝ રાઠોડ પાસે આ વીડિયો પહોંચી જતા તેણે પણ સગીરાને બ્લેકમેઈલ કરીને બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તબીબના સગા યાસીનખાન સાબારુખાન પઠાણ અને અબ્દુલ સત્તાર નામનો અન્ય કર્મીએ પણ તેની પાસે શારીરીક માંગણી કરી હોવાનો પણ ઉલ્લેખ અરજીમાં કરાયો છે. જો કે આ મામલે તબીબનો સંપર્ક થઈ શક્યો ન હતો.

2

મળતી જાણકારી અનુસાર,એક ભાઈ, ત્રણ બહેનો અને માતા સાથે રહેતી સગીરાના પિતા અપંગ હોવાથી તેના ગરીબ પરીવારની ભરણપોષણની જવાબદારી તેના માથે હોવાના કારણે તેને નોકરીની ખૂબ આવશ્યકતા હતી જેનો ડોક્ટરે લાભ ઉઠાવ્યો હતો. ડોક્ટરે નોકરી શરૂ કર્યાના બે મહિના બાદ છેડતી શરૂ કરી દીધી હતી અને ત્યારબાદ જબરદસ્તી સેક્સ માણતો હતો અને આ દરમિયાન તેણે વીડિયો ક્લિપ બનાવી દીધી હતી. બાદમાં ડોક્ટર વીડિયોના બદલામાં બ્લેકમેઇલ કરી વારંવાર બળાત્કાર ગુજારતો હતો.

3

આ બાબતે સગીરાએ તેની માતાને જાણ કરતાં તેની માતાએ ગરીબીનું કારણ આગળ ધરીને તેને પોલીસ ફરીયાદ કરવાની ના પાડી દીધી હતી પરંતુ બે દિવસ અગાઉ સગીરાએ પોલીસમાં આ મામલે અરજી આપતાં પીએસઆઈ એ.ટી.પટેલે તપાસ શરૂ કરી છે અને સગીરાનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરશે તેમ કહ્યુ છે.

4

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ડોક્ટર સિકંદરે સેક્સ માણતો તેનો વીડિયો ઉતાર્યો હતો અને આ વીડિયો ક્લિપને લઇને તે તેને બ્લેકમેઇલ કરી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં સિકંદર પાસે રહેલી ક્લિપ તેના પુત્ર પરવેઝ પાસે આવી હતી અને તે પણ ક્લિપના બદલામાં બ્લેકમેઇલ કરી બળાત્કાર ગુજારતો હતો.

5

હિંમતનગરઃ સાબરકાંઠાના હિંમતનગરમાં ડોક્ટર અને તેના પુત્રએ બળાત્કાર કર્યો હોવાની એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હિંમતનગર બસ સ્ટેશન સામે આવેલા ‘શિવ એવન્યુ’ કોમ્પલેક્સમાં ‘સિકંદર સ્કીન કલીનીક’ નામની હોસ્પિટલ ધરાવતાં ડો. સિકંદર નામના તબીબ અને તેના પુત્ર પરવેઝ રાઠોડ વિરુદ્ધ એક સગીરાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ સગીરા સિકંદરના ક્લિનિકમાં સાત મહિના અગાઉ કમ્પાઉન્ડરની નોકરી કરતી હતી. પોલીસે આ મામલે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

  • હોમ
  • ગુજરાત
  • હિંમતનગરઃ ડોક્ટરે ક્લિનિકમાં કામ કરતી યુવતી સાથે સેક્સ માણી વીડિયો ઉતાર્યો, ડોક્ટરના પુત્રને મળી ક્લિપ ને તેણે પણ બનાવી હવસનો શિકાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.