કોંગ્રેસના MLA પરસોત્તમ સાબરિયા અને અજાણ્યા શખ્સને શું થઈ વાત, ઓડિયો ક્લિપ થઈ વાયરલ
સાબરિયા: પૈસા મોકલાવાના છે એટલે આ ટાઈમ ખોટો લંબાય છે. માણસ પૈસા લેવા અમદાવાદથી નીકળી ગ્યો. 10નો મેળ કરી દો. અન્ય વ્યક્તિ: મંડળીવાળા પાસેથી લેવાય તેટલા લઈ લીધા. 10નું કરી દઉં, પાછળના પૈસામાં ઉતાવળ ન કરતા. સાબરિયા: ઈ તો બરાબર, પણ જલદી કરો તમે આમાં.
સાબરિયા: મજા, મજા, એમ નહીં! આગળ વધવું કે નહીં, ઈનું કન્ફર્મેશન મળવું જોઈએ ને...! કલેક્ટર સાહેબના બે વખત ફોન આવ્યા. અન્ય વ્યક્તિ: કાંઈ નથી કરવાનું, રાજકોટ વાત થઈ છે.
સાબરિયા: કાલ બધી વાત સમજાવી દીધી? અન્ય વ્યક્તિ: કાલ બપોરનું કીધું છે. ભરતભાઈનો ફોન આવ્યો, બીજા પૈસાનું સોમવારે કીધું છે. આપણે ઉપાધી નથી, મજા કરો.
આ ઉપરાંત પણ લેતી-દેતી માટે વાતચીત થઈ હતી. હળવદમાં રવિવારે જનસંપર્ક કાર્યાલય શરૂ થાય તે પહેલાં જ મોરબી એલસીબીએ ધારાસભ્ય સાબરિયાની ધરપકડ કરી હતી.
પરસોત્તમ સાબરિયા સાથે તેમના મળતિયા વકીલને પણ મોરબી એલસીબીએ સાણસામાં લીધો છે. રૂપિયાની લેતી-દેતી મુદ્દે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. તેમાં ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા સામેવાળી વ્યક્તિને ‘ટાઇમ ખોટો લંબાય છે, 10નો મેળ કરી દો’ કહેતાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે.
સુરેન્દ્રનગર: હળવદ તાલુકામાં નાની સિંચાઈ યોજનામાં થયેલો કરોડોનો ભ્રષ્ટાચાર છુપાવવા અને વિધાનસભા ગૃહમાં પ્રશ્ન ન પૂછવા માટે હળવદ-ધ્રાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રૂપિયા લીધા હોવાનો ઘટસ્ફોટ થયો હતો જેની ગણતરીના સમયમાં જ તેમની ધરપકડ થઈ છે.