ગુજરાતના 58 અબજપતિની સંપત્તિ ભેગી કરવામાં આવે તો પણ મુકેશ અંબાણીને ન આંબી શકે, જાણો વિગત
આ લોકોમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 71200 કરોડ રૂપિયાની કુલ પ્રોપર્ટી સાથે ટોચ પર છે. બીજા નંબર પર ઝાયડસ ગ્રુપના પંકજ પટેલ છે. તેમની કુલ સંપત્તિ 32,100 કરોડ રૂપિયા છે. 9700 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે એઆઈએ એન્જિનિયરિંગના ભદ્રેશ શાહ ત્રીજા નંબર પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના જે 58 અબજપતિઓની કુલ સંપત્તિ 2.54 લાખ કરોડ રૂપિયા થાય છે. જ્યારે એકલા મુકેશ અંબાણીની કુલ સંપત્તિ જ 3.71 લાખ કરોડ રૂપિયા છે. મુકેશ અંબાણી મૂળ ગુજરાતી છે. 1000 કરોડ કે તેથી વધારે કુલ સંપત્તિના મામલે ગુજરાત દેશમાં ચોથા સ્થાને છે. 58 મેગા કરોડપતિઓમાંથી 49 પાસે ઓછામાં ઓછી એક હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે અને તમામ અમદાવાદમાં રહે છે.
નવી દિલ્હીઃ દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં સૌથી ટોચ પર મુકેશ અંબાણી છે. ધનિકોની યાદી તૈયાર કરતી ફર્મ હુરુન ઈન્ડિયાના કહેવા મુજબ ગુજરાતના 58 અબજપતિઓની સંપત્તિ ભેગી કરવામાં આવે તો પણ મુકેશ અંબાણીને આંબી શકે તેમ નથી. આ 58 અબજપતિમાં કોઈની પણ પાસે 1000 કરોડ રૂપિયાથી ઓછી સંપત્તિ નથી.
નિરમાના કરશનભાઈ પટેલ 9600 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથા નંબર પર છે. ટોરેન્ટ ગ્રુપના પ્રમોટર્સ સમીર એન્ડ સુધીર મહેતા કુલ 8300 કરોડની સંપત્તિ સાથે પાંચમા નંબર પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -