કીકી ડાન્સ ચેલેન્જ અંગે ગુજરાત પોલીસે શું આપી સલાહ, જાણો વિગત
આ ચેલેન્જમાં વ્યક્તિએ પોતાની કાર નીચે કૂદીને ડાન્સ કરવાનો હોય છે. વ્યક્તિ જ્યારે ડાન્સ કરી રહ્યો હોય ત્યારે તેની ગાડી કોઈ વ્યક્તિ ધીમી ગતિએ ચલાવતો રહે છે. તેમજ ડાન્સ કરી રહેલા વ્યક્તિનો વીડિયો શૂટ કરવામાં આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને અન્ય લોકોને આવું કરવાની ચેલેન્જ આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ દિલ્લી અને મુંબઈ પોલીસે આ ચેલેન્જને લઈને વોર્નિંગ આપી હતી. અન્ય દેશો જેવા કે સ્પેન, યૂએસ, મલેશિયા અને યૂએઈની પોલીસે લોકોને આ ચેલેન્જ પર એલર્ટ પણ કર્યા છે. આ ડાન્સ કરતી વખતે ચાલતી ગાડી સાથે પગની સ્પીડ અને ટ્રિક્સનુ પણ ધ્યાન રાખવું પડે છે.
કીકી ચેલેન્જ બાબતે ગુજરાત પોલીસે એક ટ્વિટ કરીને કહ્યું છે કે લોકોએ આવી કોઈ ચેલેન્જ આપવી કે સ્વીકારવી નહીં. પોલીસે ટ્વિટમાં એવી પણ વિનંતી કરી છે કે તમારા બાળકો, સહકર્મીઓ કે અન્ય વ્યક્તિને આવા સ્ટેપ ન કરવા સમજણ આપો. આ ડાન્સ પંજાબ અને યુપી પોલીસ માટે પણ માથાનો દુઃખાવો બન્યો છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવાઈ રહ્યું છે. જેમાં પોલીસ દ્વારા લોકોને અને વાલીઓને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ ખતરનાક ડાન્સ સ્ટેપ ન કરે. કારણકે તેનાથી ક્યારેક જીવન જોખમમા મૂકાઈ શકે છે.
કેનેડિયન રેપર ડ્રેકનું ગીત `કીકી ડુ યુ લવ મી’ હાલ દરેક જગ્યાએ ધૂમ મચાવી રહ્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં લોકો ડાન્સ કરતા વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત પોલીસે પણ લોકોને ટ્વીટ કરીને વિનંતી કરી છે કીકી ચેલેન્જથી લોકો દૂર રહે. આ ખતરનાક ચેલેન્જ તમને હોસ્પિટલ પહોંચાડી શકે છે.
અમદાવાદ: ચાલુ કારે ડાન્સ કરવાની ચેલેન્જ આપવામાં આવે છે. બાદમાં ચાલુ કારે ડાન્સ કરવામાં આવે છે. આ કીકી ચેલેન્જ ડાન્સના વીડિયો વાયરલ કરવામાં આવે છે. કીકી ચેલેન્જથી બચવા ગુજરાત પોલીસે ટ્વીટ દ્વારા સલાહ આપી છે. કારમાં સવાર અન્ય વ્યક્તિ ડાન્સનો વીડિયો બનાવે છે. કીકી ડુ યુ લવમી ગીતના આધારે ચેલેન્જ અપાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -