સુરતઃ કરોડોના બિટકોઈન તોડ કૌભાંડમાં ક્યા IPS અધિકારીની થઈ ધરપકડ? જાણો વિગત
આ પહેલા શનિવારે તેમને સીઆઈડી ક્રાઈમે નિવેદન આપવા માટે ગાંધીનગર બોલાવાયા હતા પરંતુ પોતાની ધરપકડ થવાનો અંદાજ જગદીશ પટેલને આવી ગયો હતો જેથી તેઓ હાજર થયા ન હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કેસમાં PI અનંત પટેલની ટીમ સરકારી વાહનો લઈને બિટકોઈન જેના હતા તે શૈલેષ ભટ્ટને ગાંધીનગર ખાતે બોલાવી તેમનું અપહરણ અને ખંડણી પણ માંગી હતી. શૈલેષ ભટ્ટના મોબાઈલ ટાવરો ચેક કરી પીઆઈ અનંત પટેલની ટીમ પહોંચી હતી.
અગાઉ આ કેસમાં સીઆઈડી ક્રાઈમ અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઈ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારીઓ સહિત સુરતના વકીલની ધરપકડ કરી હતી. સુરતના વકીલે પૂછપરછમાં તેઓ આ કેસ સંદર્ભે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા, એસપી જગદીશ પટેલના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને આધારે CID ક્રાઈમે જગદીશ પટેલની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
બિટકોઈન કેસમાં અમરેલીના ડીએસપી જગદીશ પટેલની ધરપકડને સૌથી મોટી ધરપકડ માનવામાં આવી રહી છે. હવે આ કેસમાં મહત્ત્વના આરોપી તરીકે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનો નંબર પણ આવી શકે તેવી અટકળો છે.
રવિવારે મોડી રાત્રે સીઆઈડી ક્રાઈમની ટીમ અમરેલીમાં તેમના સરકારી બંગલે પહોંચી હતી. ત્યાંથી અટકાયત કરી ગાંધીનગર લાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ રજિસ્ટરમાં પણ સીઆઈડી ક્રાઈમમાં નોંધ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, એસપી જગદીશ પટેલને પૂછપરછ માટે લઈ જવાયા છે.
અમદાવાદઃ સુરતના 12 કરોડના બિટકોઈન કેસમાં અમરેલીના એસપીને પોતાની જાતને બહુ લાંબા સમય સુધી બચાવી શક્યા નહીં. રવિવારે મોડી રાત્રે સીઆઈડી ક્રામે 12 કલાકે તેની અટકાયત કરી હોવાના અહેવાલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -