✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડમ્પરની ટક્કરે પ્રેગનન્ટ યુવતીનું પેટ ફાટતાં જીવિત ગર્ભ રોડ પર ફંગોળાયો, બે યુવતી પણ મોતને ભેટી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Dec 2016 11:18 AM (IST)
1

બંને બહેનો સગર્ભા હોય શનિવારે બપોરનાં અરસામાં હોસ્પિટલે ચેકઅપ કરાવવા માટે નિકળ્યાં હતાં અને ત્યાંથી શનિવારી બજારમાં ખરીદી કરવા જવાનાં હતાં ત્યારે અચાનક પુરપાટ ઝડપે આવેલા પરિશ્રમ બિલ્ડર્સનાં રેતી ભરેલા ડમ્પર નં.જીજે-11-ઝેડ-9937એ ચારેયને હડફેટે લઇ લેતા વ્હીલ નીચે આવી જતાં પુજાબેન અને પાયલબેનનાં કમકમાટી ભર્યા મોત નિપજયાં હતાં.

2

મોટીબહેન પુજાને 8 માસનો અને નાનીબહેન પાયલને 2 માસનો ગર્ભ હતો. આ બનાવની કરૂણતા એ હતી કે, પુજાબેનનાં પેટમાં રહેલ 8 માસનો ગર્ભ રસ્તા પર ફંગોળાઇ ગયો હતો અને ગર્ભ જીવિત હોવાથી 108 દ્વારા મેંદરડા હોસ્પિટલે લાવવામાં આવેલ અને વધુ સારવાર માટે જૂનાગઢ લઇ જવાતો હતો ત્યારે રસ્તામાં તેનું પણ મોત નિપજયું હતું. આ ઘટનાને નજરે જોનારા સૌ કોઇનાં હૈયા કંપી ઉઠયા હતાં.

3

ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મેંદરડાનાં સાતવડલા પ્લોટ વિસ્તારમાં રહેતા ઉગાભાઇ ગોવીંદભાઇ મકવાણાની પરિણીત પુત્રીઓ પુજાબેન લલીતભાઇ બગડા (ઉ.વ.22, નવાગામ),પાયલબેન રાહુલભાઇ સોંદરવા (ઉ.વ.20, મેંદરડા), પુજાબેનનાં પતિ લલીતભાઇ મનસુખભાઇ બગડા અને તેમની 2 વર્ષની પુત્રી રૂહી આ ચારેય પાદરચોક માં રોડની સાઇડમાં બાઇક નં.જીજે-1-જેએસ- 2927રાખી ઉભા હતાં.

4

મેંદરડા: આજકાલ અકસ્માતના અનેક એવા બનાવો બને છે જેને જોઈને દરેકનું દિલ હચમચી જાય. બસ કંઈક આવો જ એક મેંદરડાના પાદરચોકમાં બન્યો હતો. પાદરચોકમાં શનિવારે બપોરના અરસામાં રેતી ભરેલા એક ડમ્પરે બે સગી બહેનોને કચડાઈ જતાં બે સગી બહેનનાં મોત નિપજ્યાં હતા. બંને સગર્ભા હોય હોસ્પિટલે ચેકઅપ કરાવવા જવા અહિંયા ઉભા હતાં ત્યારે આ ગોઝારા અકસ્માતનો ભોગ બન્યાં હતાં.

5

આ બનાવની કરૂણતાતો એ છે કે, મોટી બહેનનું પેટ ફાટતા 8 માસનો ગર્ભ રોડ પર ફંગોળાઇ ગયો હતો અને જીવિત ગર્ભને સારવાર માટે લઇ જવામાં આવી રહેલ ત્યારે રસ્તામાં તેનું પણ મોત નિપજયું હતું. મૃતક મોટીબહેનનાં પતિને પણ ગંભીર ઇજા પહોંચી હતી. જયારે બે વર્ષની પુત્રીનો ચમત્કારીક બચાવ થયો હતો.

  • હોમ
  • ગુજરાત
  • ડમ્પરની ટક્કરે પ્રેગનન્ટ યુવતીનું પેટ ફાટતાં જીવિત ગર્ભ રોડ પર ફંગોળાયો, બે યુવતી પણ મોતને ભેટી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.