ઉના દલિતકાંડ: ગુજરાત હાઈકોર્ટે એક આરોપી અને અન્ય પોલીસકર્મીના જામીન મંજુર કર્યા
બસપા સુપ્રીમો માયાવતીએ દલિતો પર અત્યાચાર મામલે સંસદમાં પણ હોબાળો મચાવ્યો હતો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉના દલીત અત્યાચાર ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. ઉના દલિતકાંડ બાદ ગુજરાતમાં ઉના ખાતે પીડિતોની મુલાકાતે કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, બસપા સુપ્રીમો માયાવતી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના ટોચના નેતાઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી અને આ ઘટનાને શર્મજનક ગણાવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે કેટલાક કહેવાતા ગૌરક્ષોએ દલિતો પર અત્યાચાર કર્યો હતો. જેને લઈને સમગ્ર ગુજરાતમાં દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,આ ઘટનાને પગલે કેટલાક દલિત સમાજના યુવાનો દ્વારા ઝેર ગટગટાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ: સમગ્ર ગુજરાત અને દેશમાં હાહાકાર મચાવનારા ઉના દલિત કાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક આરોપી શાંતિલાલ મેનપરા અને આ ધટનામાં સંડોવાયેલા અન્ય પોલીસકર્મીઓની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -