60 વર્ષના વૃદ્ધ અને 30 વર્ષની યુવતીની એક જ ઘરમાંથી મળી લાશ, અફેરના કારણે હત્યા થઈ હોવાની આશંકા
હત્યાકાંડમાં ભોગ બનનાર યુવતીને ઓખામાં રહેતા મુસ્લિમ યુવક સાથે સંબંધ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઉપરોકત આડા સંબંધ મામલે જ હત્યાકાંડને અંજામ અપાયાની આશંકાના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસે એક શકમંદને પણ દબોચીને ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો પણ બહોળી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન ભોગ બનનારા પૈકી આરતીબેન બાબાભા માણેક અને સુલેમાન બીલાલ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત મહિલા રહેણાંક મકાનમાં એકલી જ રહેતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. ઓખામાં રહેણાંક મકાનમાં જ બે વ્યક્તિની નિર્મમ હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ હતી.
ભેદી સંજોગોમાં હત્યા કરાયેલા મળી આવેલા બે મૃતદેહોના પગલે દ્વારકા પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જોકે ઉપરોક્ત હત્યાકાંડમાં ભોગ બનનાર યુવતીને ઓખામાં રહેતા મુસ્લિમ યુવક સાથે સંબંધ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
દ્વારકા: ગુરુવારે મોડી સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાની ભાગોળે જકાતનાકા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી યુવતી અને વૃદ્ધના તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ઓખામાં જકાતનાકા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી દુર્ગંધ આવતા કોઈ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જેના પગલે ઓખા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ મકાન અંદર પોલીસ સ્ટાફ પ્રવેશતા જ ફળિયામાં એક મહિલા અને એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક પોલીસ નિરીક્ષણ દરમિયાન બંને ભોગ બનનારના મોઢા અને આંખના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંકીને અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -