નવરાત્રી વેકેશનના કારણે સરકારે શૈક્ષણિક સત્રમાં કર્યો મોટો ફેરફાર, જાણો હવે ક્યારથી શરૂ થશે બીજુ સત્ર
નવરાત્રી વેકેશન જાહેર કર્યા બાદ રાજ્યમાં હવે બીજુ શૈક્ષણિક સત્ર 26 નવેમ્બરને બદલે 19 નવેમ્બરથી શરૂ થશે. આ માટે રાજ્ય સરકારે નવું માળખુ તૈયાર કરી દીધું છે. સરકારના આદેશથી શિક્ષણ બોર્ડે રાજ્યના તમામ ડીઇઓને શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફારનો પરિપત્ર મોકલી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે નવરાત્રીના પાવન પર્વને લઇને તમામ સ્કૂલ અને કૉલેજોમાં 7 દિવસની રજાઓ જાહેર કરી હતી, અને વેકેશનને સરભર કરવા માટે દિવાળી વેકેશનમાં કાપ મુક્યો હતો. હવે સરકારે શૈક્ષણિક દિવસો સરભર કરવા માટે બીજા સત્રમાં ફેરફાર કર્યો છે.
દિવાળીનું વેકેશન 5 નવેમ્બરથી 18 નવેમ્બર સુધીનું રહેશે અને બીજુ શૈક્ષણિક સત્ર હવે 26 નવેમ્બરના બદલે 19 નવેમ્બરથી જ શરૂ થઇ જશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં નવરાત્રી વેકેશનને લઇને હવે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી સરકારમા ચાલી રહેલી અવઢવની પરિસ્થિતિ બાદ હવે બીજા બીજા શૈક્ષણિક સત્રમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે બીજા સત્રની તારીખોમાં ફેરફાર કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -