ડીસા: ધાનેરાની યુવતીની રસ્તા પર છેડતી થતાં નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો શું છે વિગત
જોકે તેના સંબંધીએ ભયના કારણે તેઓને રૂપિયા 20 હજાર આપી દીધા હતા અને તેમના મોબાઈલમાં રહેલા વીડિયો ડીલિટ કરવા કહ્યું હતું. જોકે શખ્સોએ આ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેના કારણે પંથકમાં ચકચાર મચી ગઈ હતી. અંતે મહિલાએ ઝેરડા ગામના ગોવિંદજી બતુજી ઠાકોર, પ્રફુલ ઉર્ફે ચકો મફુસિંહ ઠાકોર, ભેરુજી ઉર્ફે ટીનો ભુરસિંહ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
એકાંત સ્થળે લઈ જઈ ત્રણેય જણ રૂપિયાની માંગણી કરવા લાગ્યા હતા પરંતું પૈસા આપવાની ના કહેતા તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ શખ્સોએ યુવતીની છેડતી કરી અને અશ્લિલ માંગણી કરી હતી.
જોકે ઝેરડા ગામ નજીક ત્રણ શખ્સો નાની કાર લઈને તેમની પાસે આવ્યા હતા અને બે શખ્સો હાથ ધોકા લઈને ઉતર્યા હતા. ગાડી રોકાવી રોડથી દૂર એકાંતમાં લઈ જઇ તેમના મોબાઇલમાં વીડિયો ઉતારવા લાગ્યા હતા અને યુવતીના સગાને તું કોણ છે અને તારી સાથે છોકરી કોણ છે તેમ કહી તેમની પાસેના પૈસા આપી દેવા જણાવ્યું હતું.
ધાનેરા તાલુકાના કુમર ગામની 24 વર્ષીય યુવતી ગુરુપૂર્ણિમાના દિવસે તેના પિતાના ઘરેથી જાવલ ખાતે આવેલા મંદિરે દર્શન કરી પરત ફરી રહી હતી. આ દરમિયાન વિઠોદર ચાર રસ્તા પર તે વાહનની રાહ જોતી હતી. આ દરમિયાન તેના સંબંધી કાર લઇને નીકળતા યુવતી ગાડીમાં તેમની સાથે બેસી ગઈ હતી.
બીજી તરફ વાયરલ વીડિયોમાં યુવકો એવું કહેતા સંભળાય છે કે તું પ્રેમી સાથે મજા કરી રહી હતી અને કાર હલતી હતી એ જોઈને અમે આવ્યા, આમ યુવતી એકાંત માણી રહી હોવાનું યુવકોનો દાવો છે.
યુવતી સાથેના શખ્સને ધમકાવી રૂપિયા એક લાખની માંગણી કરી રૂપિયા 20 હજાર પડાવી લીધા હતાં. ત્યાર બાદમાં મહિલાનો ઉતારેલો વીડિયો ફેસબુક અને વોટ્સઅપમાં વાઈરલ કરતાં ચકચાર મચી હતી. આ અંગે મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ડીસા: બનાસકાંઠાના ધાનેરા તાલુકાના કુમર ગામની યુવતી સંબંધીની ગાડીમાં જઈ રહી હતી. આ દરમિયાન કેટલાક શખ્સોએ કાર રોકાવીને યુવતીની છેડતી કરીને અશ્લિલ માંગણી કરી હતી. આ ઉપરાંત યુવતીનો વીડિયો ઉતારી બદનામ કરી નાખવાની ધમકી આપી હતી.