ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ગભરાટ, જાણો ક્યા જિલ્લામાં થઈ અસર?
સુરતમાં 15 ડિસેમ્બરે રાત્રે 8.45 કલાકે ભૂકંપના આંચકા અનુભવ્યા હતાં અને તેની તીવ્રતા રિક્ટર સેલ પર 3.5 હતી. આ આંચકાનું એપી સેન્ટર સૂરતથી 20 કિલોમીટર દૂર નોધાયું હતું. ગયા બુધવારે પણ કચ્છના રાપર તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઉપરાછાપરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલાં થોડા દિવસ અગાઉ ગુજરાતમાં એક જ દિવસમાં ભૂકંપના નવ જેટલા આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ હળવા આંચકા અલગ અલગ ત્રણ જિલ્લાઓમાં અનુભવાયા હતા. એકલા સુરેન્દ્રનગર જિલ્લામાં જ પાંચ આંચકા અનુભવાયા હતા.
વહેલી સવારે આવેલા ભૂકંપનો આંચકો રીક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાન તરફ હતું અને પાલનપુરથી 137 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. ભૂકંપ આવતાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો અને લોકો ઘરોની બહાર દોડી આવ્યાં હતાં.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના આંચકા ચાલુ થયા છે ત્યારે આજે બુઘવારે ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બુધવારે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -