ગીર સોમનાથમાં ભૂંકપના આંચકા આવતાં મકાનોમાં તિરાડો પડી, જાણો કેટલી તિવ્રતાનો આવ્યો ભૂંકપ
7-8 સેકન્ડ સુધી ધરતી ધણધણી હોવાનું લોકોએ જણાવ્યું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મકાનોમાં તિરાડો પણ પડી ગઈ હતી. ઘરોમાં અભેરાઈ પરથી વાસણો ગબડી પડ્યા હતા અને બારી-દરવાજા ખખડી ઉઠ્યા હતા.
તાલાલા ઉપરાંત આંબળાશ ગીર, હડમતીયા ગીર, ધાવાગીર, બોરવાવગીર, જશાધાર ગીર, માધુપુર ગીર, લુશાળા ગીર સહિત ૩૫ જેટલા ગામડાઓમાં ધરતી ધ્રુજી ઉઠી હતી. જેથી લોકો ભયભીત બનીને મકાનો, દુકાનો, ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે કોઈ જાનહાની થઈ નહોતી.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીનાં જણાવ્યા પ્રમાણે, રવિવારે બપોરે આવેલા 4.2 તિવ્રતાના ભુકંપનું એ.પી. સેન્ટર (કેન્દ્ર બિંદુ) ઉનાથી 38 કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમ- દિશામાં હતું. ભુગર્ભમાં 18.7 કિ.મી.ની ઊંડાઈએથી આંચકો આવ્યો હતો. ઉના અને ગીરગઢડા પંથકમાં ભુકંપનો આંચકો લોકોએ અનુભવ્યો નહોતો. છેક 70 કિ.મી. દૂર તાલાલા તાલુકામાં ધરતીકંપની અસર વર્તાઈ હતી.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાને રવિવારે બપોરે 4.2 તિવ્રતાના ધરતીકંપના આંચકાએ ધ્રુજાવી દીધો હતો. 7-8 સેકન્ડ સુધી ધરતી ધણધણી ઉઠતાં લોકોમાં ગભરાટ સાથે નાસભાગ મચી ગઈ હતી. તાલાલા ઉપરાંત 35 જેટલા ગામડામાં ભુકંપની અસર અનુભવાઈ હતી અને અનેક મકાનોમાં તિરાડો પણ પડી ગઈ હતી જોકે સદનશીબે જાનહાની થઈ નહોતી.