શિક્ષણ વિભાગનો નવો ફતવો, સ્કૂલ સેફ્ટીને લઇને શિક્ષકોને સોગંદનામું કરવા આદેશ
રાજ્યની તમામ ખાનગી અને પ્રાથમિક શાળાના શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે શિક્ષકોને 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામું રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષકો જાતિય ગુના, પોસ્કો અને બાળકો ઉપરના અત્યાચારના હિંસક ગુનાઓમાં દોષિત નથી તેવું સોગંદનામું કરવા આદેશ કરવામાં આવ્યો છે. ખોટું સોગંદનામું કરનાર સામે પગલાં લેવાશે.
સરકાર દ્વારા બહાર પાડેલા પરિપત્ર બાદ કોગ્રેસ દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. પરિપત્ર અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, સ્કૂલ સેફ્ટીના નામે સરકાર શિક્ષકોના સ્વમાન ઉપર ઘા કર્યો છે. ભાજપના પદાધિકારીઓ પાસેથી બાહેધરી લેવી જોઇએ.
ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગે એક નવો ફતવો બહાર પાડ્યો છે. જેમાં સ્કૂલ સેફ્ટીને લઇને વિવાદાસ્પદ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડ્યા પછી નવો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસે પણ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.