વડોદરાઃ સયાજી હોટેલ ખાતે આયોજીત ABP અસ્મિતા એજ્યુકેશન ફેરની કોગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે પણ લીધી મુલાકાત
એજ્યુકેશન ફેરમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરા શહેરના મેયર ભરત ડાંગર, કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, કોગ્રેસ નેતા નરેન્દ્ર રાવત અને તેમના પત્ની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એજ્યુકેશન ફેરના આયોજન બદલ એબીપી અસ્મિતાના પ્રયાસના વખાણ કર્યા હતા. લોકોએ પણ આ મહાનુભાવો સાથે પણ મુલાકાત કરી હતી.
વડોદરાઃ એબીપી અસ્મિતા દ્ધારા વડોદરાની સયાજી હોટલ ખાતે એજ્યુકેશન ફેર યોજાઇ રહ્યો છે. આ ફેરમાં અલગ અલગ યુનિવર્સિટી તથા એજ્યુકેશન સંસ્થાઓ દ્ધારા 15 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આજે એજ્યુકેશન ફેરનો અંતિમ દિવસ છે. તમારે પણ કરિયરને લઇને કોઇ સવાલ હોય તો તમે આ એજ્યુકેશન ફેરની આજે રાતના આઠ વાગ્યા સુધી મુલાકાત લઇ શકો છો.
આ એજ્યુકેશન ફેરમાં ધોરણ 10, ધોરણ 12, ગેજ્યુએટ બાદ આગળ કઇ રીતે કારર્કિદી બનાવી શકાય તેને લઇને માર્ગદર્શન પુરા પાડવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં અનેક સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ કરિયર અંગેની જાણકારી મેળવવા માટે પહોંચ્યા હતા.