અભિનેત્રીને પણ ટક્કર મારે તેવી છે સુરતની આ લેડી ડોન, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરી વરાછા વિસ્તારમાં થયેલા ત્રિપલ મર્ડર વખતે પણ સૌ પ્રથમ લાઈમ લાઈટમાં આવી હતી. ગોલ્ડન અને તેની બહેનની સાથે ભૂરીનું નામ પણ ચર્ચાયું હતું.
ફૂલનનો ત્રાસ સામાન્ય લોકોને નહોતો. જ્યારે આ ભૂરી ડોન લુખ્ખાગીરી પર ગમે ત્યારે ઉતરી આવતી હોવાનું સામે આવ્યું છે.
મૂળ સૌરાષ્ટ્રના ઉનાની વતની અસ્મિતાબા ગોહિલને ગેંગના લોકો ભૂરીના નામે બોલાવે છે. ઉનામાં રહેતા પરિવારની પાંચ બહેનોમાંથી આ અસ્મિતા નામની ઉર્ફે ભૂરી આઉટ લાઈને ચડી ગઈ હોવાનું તેમના નજીકના લોકોએ જણાવ્યું હતું.
સુરતઃ વરાછામાં લેડી ડોન ભૂરીના તલવાર સાથે ફરી આતંક મચાવતા વાયરલ થયેલા વીડિયો બાદ પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ફેસબુક પર લેડી ડોનના 14,000થી વધારે ફોલોઅર્સ છે. લેડી ડોન સતત ફેસબુક પર તેના ફોટા અપલોડ કરતી રહી છે.
વરાછા વિસ્તારમાં અગાઉના સમયમાં અસ્મિતા મકવાણા નામની માથાભારે મહિલા હતી. જે રૂપાળી નહોતી પણ કામ તેના પણ એવા જ હતાં. અસ્મિતા મકવાણા જે તે સમયે ફૂલનના નામે જાણી હતી.
જે બાદ પાન પાર્લરવાળાને તલવાર બતાવી ધમકાવતી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ ફરી એક વખત લેડી ડોન ભૂરી ઉર્ફે અસ્મિતા ચર્ચામાં છે.
બ્યૂટી અને બ્રેઈન સાથે લુખ્ખાગીરી પર હોળીના દિવસે ઉતરેલી અસ્મિતા ગોહિલનો વીડિયો કોર્પોરેટર ભરતે ઉતારી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી ત્યાં સુધીમાં આ ભૂરી અને તેના સાગરિતો નાસી ગયા હતાં.
ભૂરીનું સાચું નામ પણ અસ્મિતા હોવાથી તેની તુલના સામાન્ય રીતે લોકો ફૂલન સાથે કરે છે. જોકે, આ અસ્મિતા ગોહિલ ભૂરી લેડી ડોનના નામે પંકાયેલી છે. બન્ને વચ્ચે સામ્યતા છે તેમ ભિન્નતા પણ છે.
ભૂરી છેલ્લા કેટલાંક સમયથી સંજય નામના તેના કથિત પ્રેમી સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હોવાનું પણ સામે આવ્યું છે. સંજય ભૂરો નામે ઓળખાતો હોવાથી લોકો અસ્તિમાતને ભૂરી તરીકે ઓળખે છે.
જેના કારણે પોલીસ કમિશનરને તપાસના આદેશ આપવામાં આવ્યાં હતાં. ત્યારે મૂળ સૌરાષ્ટ્રના ઉનાની વતની અસ્મિતાબા ગોહિલ નામની આ યુવતી એકા-એક લાઈમ લાઈટમાં આવી ગઈ હતી.
ધૂળેટીના દિવસે આતંક મચાવનારી ખૂબસૂરત યુવતી અને તેની સાથેના યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
જોકે તે કેસમાં ભૂરીનો રોલ મહત્વનો ન હોવાથી તેણી માત્ર ચર્ચામાં જ આવી હતી. ત્યાર બાદમાં આ કેસમાં તેના વિરુદ્ધ કોઈ તપાસ થઈ નહોતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -