ગુજરાતી સાહિત્યકાર રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ સન્માન
નવી દિલ્લી: ગુજરાતી નવલકથાકાર અને વિવેચક રઘુવીર ચૌધરીને સોમવારે રાષ્ટ્રપતિના હસ્તે 51મો જ્ઞાનપીઠ અવોર્ડ એનાયાત કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરઘુવીર ચૌધરીએ 80થી વધારે પુસ્તકો લખ્યા છે. તેમણે લેખન કારકીર્દીની શરૂઆત નવલકથાઓ અને કવિતાઓથી કર્યા હતા. પછી તેમણે નાટકો, નિબંધો ને ટૂંકી વાર્તાઓ પણ લખી હતી.
રઘુવીર ચૌધરીનો જન્મ 1938માં થયો હતો. તેઓ ગાંધીવાદી છે અને તેમના લખાણોમાં દિગ્ગજ લેખકો જેવા કે ગોવર્ધનરામ ત્રિપાઠી, કાકા કાલેલકર, સુરેશ જોશી, રામદર્શન મિશ્રા અને જીએન ડીકીનો પ્રભાવ રહ્યો છે.
ભારતીય જ્ઞાનપીઠની સ્થાપના 1961માં કરવામાં આવી હતી. ભારતીય જ્ઞાનપીઠ ભારતીય લેખકો કે જે બંધારણમાં માન્ય રાખવામાં આવેલી 22 ભારતીય ભાષામાંથી કોઈ પણ ભાષામાં લખતા હોય તે લેખકોને સન્માને છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -