ભારે વરસાદમાં સાપુતારાનો ગીરા ધોધ હેલે ચઢયો, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jul 2016 01:32 PM (IST)
1
2
3
સાપુતારાઃ છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 13 ઇંચ વરસાદ ખાબકતા નદી-નાળાં ઉફાન પર છે. ચારેકોર પાણી ભરાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદ પડતાં સાપુતારાના ધોધમાં ભરપૂર પાણી જોવા મળી રહ્યા છે. ડાંગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં અંબિકા નદી પર વઘઇ નજીક આવેલો ગિરા ધોધ પણ ઉફાન પર છે. ગીરા ધોધ આંબાપાડા ગામ પાસે આવેલો છે. વઘઇથી સાપુતારા જતા માર્ગ પર વઘઇથી આશરે 4 કિલોમીટર દૂર આવેલો છે. શિંગાણા ગામથી પશ્ચિમ દિશામાં આશરે આઠ કિલોમીટર જતાં આ ધોધ જોવા મળે છે.