વડોદરા જિલ્લાના આ દિગ્ગજ ઓબીસી નેતા ફરી કોંગ્રેસમાં જોડાયા, જાણો શું આપ્યું કારણ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Mar 2019 10:54 AM (IST)
1
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ પક્ષપલટાની મોસમ જામી છે ત્યારે વડોદરા જિલ્લામાં મોટા ઓબીસી-ક્ષત્રિય નેતા ફરી કોંગ્રેસમાં જોડાયા છે. વડોદરાની સાવલી વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ ફરી કોંગ્રસમાં જોડાયા છે.
2
કોંગ્રેસમાં જોડાયા બાદ ખુમાણસિંહે જણાવ્યું કે, મને ઘર વાપસી કરીને આનંદ થયો છે. 2017માં છાતી પર પથ્થર રાખી કોંગ્રેસ છોડી હતી, હવે ભૂલ સમજાઈ ગઇ છે. હું ભાજપની લાલચમાં આવ્યો નથી, બસ થોડું મનદુઃખ થતા નારાજ થયો હતો. દેશમાં લોકશાહી જોખમમાં છે તેથી ફરી કોંગ્રેસમાં જોડાયો છું.
3
ખુમાણસિંહ ચોહાણને 2017ની વિધાનસભામાં ટિકિટ ન મળતાં કોંગ્રેસથી અલગ થઈને એનસીપીમાં જોડાયા હતા. હવે 2019માં તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા છે. અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવીર આવકાર્યા હતાં.