વડોદરાઃ પરીણિત યુવતીએ ધારાસભ્યની દીકરી હોવાનું કહીને પંજાબી FB ફ્રેન્ડ સાથે બાંધ્યા સંબંધ ને પછી.....

જોકે, અંતે હકીકત તદ્દન જુદી જ નીકળી, બન્ને લૉઅર મીડલ ક્લાસના હતા, પત્નીના કરતૂતોની પતિને ગંધ આવી ગઇ હતી, આને લઇને પરિણીતા પોતાના પ્રેમી સાથે ઘર છોડીને ભાગી ગઇ હતી. આ મામલે પરિણીતાના પતિએ તેના પ્રેમી મોહાલીના સંદિપસિંઘ કર્નલસિંઘ સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આ કેસની તપાસ સાયબર સેલ ક્રાઈમ બ્રાન્ચે સંભાળી લીધી હતી. પી.એસ.આઈ. ગોહિલ ટીમ સાથે તપાસમાં મોહાલી ગયા હતા. પરિણીતાએ પ્રથમ લગ્ન છુપાવીને પ્રેમી સાથે ત્યાં રજિસ્ટર મેરેજ કરી લીધા હતા અને ધામધુમથી રિસેપ્શન કર્યુ હતુ. તેવી વિગતો સ્થાનિકો તરફથી તેઓને જાણવા મળી હતી. પોલીસની એન્ટ્રી પહેલા પ્રેમી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસની ટીમ પરિણીતાને લઈને વડોદરા આવી હતી અને કસ્ટડી કુટુંબીજનોને સોંપી હતી.

સાયબર ક્રાઈમના સુત્રોએ જણાવ્યુ હતુ કે, લવ સ્ટોરીમાં આ બંન્ને જણા જયારે સોશ્યલ મીડિયા ઉપર સંપર્કમાં આવ્યા ત્યારે બંન્નેએ પોત પોતાનો મોટી હસ્તી ગણાવી હતી. પરિણીતાએ પોતાને ધારાસભ્યની પુત્રી હોવાનો ડોર કર્યો હતો તો સામે મોહાલીના યુવાને પણ પોતે જાગીરદારની સંતાન હોવાની ઓળખાણ આપી હતી, તેને કહ્યું અમે કાશ્મીરના જાગીરદાર છીએ અને અમારે ત્યાં સફરજનની મોટી ખેતી છે.
માહિતી પ્રમાણે, સોશ્યલ મીડિયાના માધ્યમથી પરિચયમાં આવેલા પંજાબના મોહાલીના ટ્રક ડ્રાઈવર સાથે લવ મેરેજ કરનારી વડોદરાની ગાજરાવાડી વિસ્તારની એક પરિણીતાને વડોદરા સાયબર ક્રાઈમ સેલે મોહાલીથી ઝડપી પાડી છે. જોકે, પ્રેમી ભુગર્ભમાં ઉતરી ગયો હોવાથી તેની ધરપકડ થઇ શકી ન હતી, પરંતુ પરિણીતાને તેના પતિ અને સાસરિયાને સોંપી દેવામાં આવી છે
વડોદરાઃ સોશ્યલ મીડિયા ફેસબુક પર પ્રેમ પ્રસંગનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની યુવતીએ પોતાને હાઇફાઇ ઘરની દીકરી હોવાનું કહીને પંજાબના એફબી ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાની ઘટના સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -