ભરૂચમાં પત્ની અને પુત્રના મૃતદેહ જોઈને પતિ ભાંગી પડ્યો, જાણો વિગત
સતીષ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેની પત્ની દિવાળીના તહેવારમાં વતનમાં જવાની જીદ કરતી હતી પરંતુ નોકરીમાંથી રજા મળતી ન હોવાથી મેં તેને પછી જઈશું તેમ કહ્યું હતું. આ બાબતે ઝગડો થતો હતો જેમાં તેણે આ પગલું ભરી લીધું છે. પત્નીની પિયરમાં જવાની જીદના કારણે ચૌધરી પરિવારનો માળો પિંખાય ગયો છે. પત્ની અને પુત્રના મૃતદેહ જોઇને સતીષ ભાંગી પડયો હતો. બનાવ અંગે મૃતકના બિહાર ખાતે રહેતા પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએ ડીવિઝન પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતાં ત્રણ વર્ષીય ઈશાનનું ગળુ કાળા રંગના કપડાંથી દબાવી દેવાયું હતું જ્યારે પુષ્પાએ પલંગ પર ટેબલ મુકી પંખા સાથે ઓઢણીનો ગાળિયો બનાવીને આપઘાત કરી લીધો હતો.
તેમના પરિવારમાં પત્ની પુષ્પાકુમારી અને ત્રણ વર્ષીય પુત્ર પણ હતો. તેમના લગ્ન 2012માં થયાં હતાં. સોમવારે સાંજે સતીષ ચૌધરી સાત વાગ્યાના અરસામાં ઘરે પરત ફર્યો ત્યારે ઘરની લાઈટો બંધ હતી પણ દરવાજો ખુલ્લો હતો. તેણે પંખા સાથે પત્ની પુષ્પાને લટકતી જોઈ બુમરાણ મચાવતાં લોકો દોડી આવ્યાં હતાં.
આ વાતનું માઠુ લાગી આવતાં પત્ની પુષ્પાકુમારીએ અંતિમ પગલું ભરી લીધું હતું. બિહારના ગયા જિલ્લાના મુબારકપુર ગામના રહેવાસી 31 વર્ષીય સતીષ ચૌધરી 10 વર્ષથી રેલવે વિભાગમાં ઈલેક્ટ્રીક સિગ્નલ મીકેનીક તરીકે ફરજ બજાવે છે. તેમની બદલી થતાં તેઓ અઢી વર્ષથી ભરૂચ શહેરની નવી વસાહતમાં ભાડાના મકાનમાં રહે છે.
ભરૂચ: ભરૂચની નવી વસાહતમાં રહેતાં અને રેલવેના કર્મચારીની પત્નીએ પહેલાં ત્રણ વર્ષના પુત્રને ગળે ટુંપો દઈ હત્યા કર્યાં બાદ પોતે પંખા સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રેલવના કર્મચારીએ તેમની પત્નીએ દિવાળીના તહેવાર પર વતનમાં જવાની જીદ પકડી હતી પણ રજા ન મળવાના કારણે સતીષ તેને વતનમાં લઈ જઈ શક્યો ન હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -