✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભુજઃ સાળીના બોયફ્રેન્ડને FB પર બતાવ્યો કોલગર્લ એજન્ટ, સાથે મૂક્યા 10 યુવતીઓના ફોટા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jan 2017 02:41 PM (IST)
1

પોલીસે ૨૮ વર્ષિય યુવતિની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇટી એકટની કલમ ૪૩, ૬૭એ, આપીસી ૫૦૯ મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે તેના લગ્ન થઇ ગયા છે અને બે વર્ષથી પોતે પિતાના ઘરે રહે છે. ચારેક મહિના પહેલા એક સગા તેના ઘરે બેસવા આવ્યા ત્યારે વાત-ચીત દરમિયાન સગાએ કહેલ કે મેં ફેસબૂકમાં તારી ફ્રેન્ડ રિકવેસ્ટ એસેપ્ટ કરી લીધી છે અને તું મારા ફ્રેન્ડ લિસ્ટમાં છે. ત્યારે આ યુવતિએ પોતે કોઇ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી જ નહિ હોવાનું કહેતાં એ સગાએ તેણીના નામનું ફેસબૂક આઇ.ડી. બતાવ્યું હતું. જે જોઇ તેણી ચોંકી ગઇ હતી.

2

ફેસબૂક આઇડીમાં તેણીનો પતિ અને પુત્રી સાથેનો ફોટો પણ મુકાયો હતો. આ ઉપરાંત બોગસ આઇડી બનાવી તેના પર બિભત્સ લખાણો અને ફોટાઓ પણ અપલોડ કરી તેણીને બદનામ કરવાનો પ્રયાસ કરી પજવણી કરવામાં આવ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. પી.એસ.આઇ. એલ.ટી. મકવાણાએ આ મામલે તપાસ હાથ ધરી છે.

3

આવા જ એક અન્ય બનાવમાં ભાવનગર રોડ પર આર.એમ.સી. ઓફિસ નજીક રહેતી એક યુવતિના નામે ફેસબૂકમાં ખોટી આઇડી બનાવી તેના નામથી બિભત્સ ફોટાઓ અને લખાણ મુકી પજવણી કરવામાં આવતાં થોરાળા પોલીસે આઇટી એકટ હેઠળ ગુનો નોંધી બોગસ આઇડી ખોલી ખરાબ લખાણો અને ફોટા પોસ્ટ કરનાર શખ્સને શોધી કાઢવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

4

ભુજ: ભુજમાં બી ડિવિઝન પોલીસે એક યુવતીના બનેવી અનેભુજના અરહિંતનગરમાં રહેતા પ્રશાંત હરેશ સુખડીયાની સાઈબર ક્રાઈમના કારણેલ ધરપકડ કરી છે.

5

ભુજ બી ડીવીઝન પીઆઇ વી.કે.ખાંટે સાઇબર ક્રાઇમ હેઠળ તપાસ હાથ ધરી આ એફબી એકાઉન્ટ જયાંથી ઓપરેટ કરાતુ હતુ તે સાઇબર કાફેમાં વોચ ગોઠવીને ભુજના હોસ્પિટલ રોડ ઉપર આવેલા આ સાઇબર કાફેમાંથી એકાઉન્ટ ઓપરેટ કરવા આવેલા પ્રશાંત હરેશ સુખડીયાને રંગે હાથ ઝડપી લીધો હતો.

6

ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દોષી પ્રશાત ફેસબુક પર અલગ અલગ ચાર ફેક આઈડી બનાવીને પોતાની સાળીના બોયફ્રેન્ડ દિપેશ ગણપત રાઠોડને કોલગર્લ એજન્ટ બતાવી તેની સાથે 10 જેટલી યુવતીઓના અલગ અલગ ફોટા અપલોડ કરી તેને બદનામ કરવાની કોશિશ કરી હતી.

  • હોમ
  • ગુજરાત
  • ભુજઃ સાળીના બોયફ્રેન્ડને FB પર બતાવ્યો કોલગર્લ એજન્ટ, સાથે મૂક્યા 10 યુવતીઓના ફોટા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.