મુક્તેશ્વરધામનાં વિવાદિત સાધ્વી જયશ્રીગીરી પર ABP અસ્મિતાનો સૌથી મોટો ખુલાસો, જાણો કોની હત્યાનો છે આરોપ
ઉલ્લેખનીય છે કે સાધ્વી વિરુદ્ધ પાલનપુરનાં ન્યુ દાગીના જવેલર્સની પાંચ કરોડથી પણ વધુની છેતરપીંડીની ફરિયાદ બાદ પોલીસે આ સાધ્વીના ઘેર દરોડા પાડી સોનાના બે કીલો ચારસો ગ્રામના બિસ્કીટ અને એક કરોડ ઓગણત્રીસ લાખથી વધુની નવી ચલણી નોટો ઝડપી પાડી હતી.
પોસ્ટરમાં જણાવ્યા પ્રમાણે, સાધ્વી વિરુદ્ધ વર્ષ 2009માં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. બનાસકાંઠાના વડગામ પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે. સાધ્વી જયશ્રીગીરી પર પોતાના જ ગુરુની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સાધ્વી વિરુદ્ધ આઈપીસીની કલમ 325, 323, 504 અને 506 હેઠળ ગુના નોંધાયા છે.
૨૦૦૮માં મુક્તેશ્વર મઠમાં સંજયગીરીની હત્યા મામલે તેઓનું નામ આવ્યું હતું. જે બાદ તેઓ જુનાગઢ સ્થિત અન્નક્ષેત્ર ચલાવે છે. તેઓ જુનાગઢના અખાડામાં હવે અગ્રેસર બન્યા હોવાથી પોલીસનો ઉપયોગ કરી તેમને ફસાવવામાં આવી રહ્યા છે, તેવો આક્ષેપ સાધ્વી જયશ્રીગીરી પોલીસ પર કર્યો હતો.
બનાસકાંઠામાં દબંગગીરી કરતા આ સાધ્વી કોર્ટ કચેરીઓ અને કાયદાનું મોટું જ્ઞાન ધરાવે છે. વડગામ પોલીસ મથકમાં તેમની પર કેટલીક ગંભીર આક્ષેપો વાળી ફરિયાદો થયેલ છે તો વળી કેટલાક કોર્ટ કેસો પણ તેમના પેન્ડીંગ છે . ત્યારે હાલની આ ફરિયાદમાં તેમને નિર્દોષ હોવાનું અને પોતે સાધુ છે -પોલીસ તેમની નાહકની પજવણી કરે છે તેવો બચાવ રજુ કર્યો હતો.
આટલી મોટી રકમ ગણવા પોલીસે ખાસ મશીન લાવવું પડ્યું હતું. આ કરોડોની રકમ અને લાખોના સોના તેમજ વૈભવી કાર સાથે પોલીસેસાધ્વી જયશ્રીગીરીની વિધિસર ધરપકડ કરી હતી. તેના અન્ય સાગરિત ચિરાગ રાવલ અને અન્યને ઝડપવા કવાયત હાથ ધરી છે.
પોલીસવડા નીરજ બડગુજર દ્વારા આ ફરિયાદને ગંભીરતા એ લેવાઈ હતી. તેમના મોનીટરીગ તળે આજે પશ્ચિમ પોલીસ અને એલસીબી એ સાધ્વી નાં પાલનપુર ગૌરીસદન સ્થિત મકાન પર દરોડો પાડી પંચો રૂબરૂ તપાસ કરતા પોલીસ ચોકી ઉઠી હતી. સાધ્વીના કબજામાંથી પોલીસે ૧,૨૯,૯૫,૯૦૦ જેટલી નવી ચલણી નોટોનો જથ્થો અને ૧૦૦ ગ્રામ સોનાના ૨૪ બિસ્કીટ કિંમત રૂ,૭૫૦૦૦૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો.
આ કેસમાં સાધ્વી સહીત ત્રણ વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસે ઠગાઈ અને ધાકધમકીનો ગુનો નોધી સાધ્વીની ધરપકડ કરતા ચકચાર મચેલ છે.વિવાદિત સાધ્વી પર અગાઉ પણ ધાકધમકી અને અન્ય ક્રાઈમનાં કેસો રજીસ્ટર થયેલા છે.
હાલના આ કેસમાં સાધ્વીની ધરપકડથી અનેકો સવાલ પણ ઉભા થયા છે. સવાલ એવા પણ ઉઠી રહ્યા છે કે કેમ સાધ્વીને કાયદાનો ભય નથી ? કોણ સાધ્વીને પ્રોટેક્શન આપી રહ્યું છે ? શું છે સાધ્વીનો ક્રાઈમ રેકર્ડ ? ક્યાંથી આવ્યા સાધ્વી પાસે કરોડો રૂપિયા ? કોણ કોણ અન્ય ગુનાહિત રેકર્ડ ધરાવતા લોકો સાધ્વીજી સાથે જોડાયેલ છે? તેવા અનેક પ્રશ્નોને લઇ પોલીસ પણ તપાસ કરી રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આખરે આ કેસમાં વધુ શું હકીકત બહાર આવે છે.
બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વરધામનાં વિવાદિત સાધ્વી જયશ્રીગીરી અંગે તમારી પ્રિય ચેનલ ABP અસ્મિતાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. સાધ્વી જયશ્રીગીરી વિરુદ્ધ 2009માં એક પોસ્ટર પ્રકાશિત થયું હતું. જેમાં તેમને હત્યાના આરોપી દર્શાવવામાં આવ્યા છે.