કિંજલ દવેએ ઓસ્ટ્રેલિયાના બીચ પર મારી લટાર, જુઓ અદભૂત તસવીરો
મેલબોર્નઃ જાણીતી ગુજરાતી ગાયિકા કિંજલ દવે ગુજરાતની સાથે સાથે વિદેશમાં પણ લોકપ્રિય થઇ રહી છે. કિંજલ દવેએ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પણ ગરબાની રમઝટ બોલાવી હતી. 2 સપ્ટેમ્બરના રોજ મેલબોર્નના સ્પ્રિંગર્સ લેઝર સેન્ટર ખાતે ગરબા નાઈટ્સનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિંજલ દવે અને પિતા લલિત દવેના તાલે હજારો ગુજરાતીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. કિંજલ દવેએ 'ચાર ચાર બંગડી...' સોન્ગ ગાઈને સ્ટેજ પર એન્ટ્રી મારી હતી. લોકોએ કિંજલ દવે સાથે સેલ્ફી લેવા માટે સ્ટેજ પાસે પડાપડી કરી હતી.
આ અગાઉ કિંજલ દવેએ 26 ઓગસ્ટના રોજ બ્રિસબેન ખાતે આવેલી રેડલેન્ડ્સ કોલેજમાં પણ ભવ્ય ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની ફેમસ ગાયિકા કિંજલ દવેના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા હતા. કિંજલ દવેએ અહીનાં દરિયાકિનારે યોગ કરતી કેટલીક તસવીરો પણ તેમણે શેર કરી હતી. તે સિવાય કિંજલ દવેએ બ્રિટનમાં પણ ગરબામાં રમઝટ બોલાવી હતી.