પ્રભાતિયા-લગ્નગીતોથી જાણીતા થયેલા ગુજરાતી સિંગરનું ઓસ્ટ્રેલિયામાં થયું નિધન, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Jan 2019 08:07 AM (IST)
1
મીના પટેલે ‘મેં કાનુડા તોરી ગોવાલણ’, ‘અખંડ રોજી હરીનાં હાથમાં’, ‘પઢો રે પોપટ રાજા રામના’ અને ‘જાગને જાદવા શ્રીકૃષ્ણ ગોવાળીયા’ સહિતના જેવા પ્રભાતિયા ગાયા હતા.
2
મીના પટેલ છેલ્લા 30 વર્ષથી ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે સેવા આપી રહ્યા હતા. મીના બહેન અમરેલી જિલ્લાનાં વતની હતા. તેમને રાજ્ય સરકાર દ્વારા ગૌરવ પુરસ્કારથી સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.
3
મીના પટેલનાં મધુર સ્વરમાં ગવાયેલા પ્રભાતિયા, ભજનો અને લગ્નગીતો આજે પણ લોકોને ઘણાં જ પ્રખ્યાત છે. મીના પટેલ ગુજરાતી સંગીતની દુનિયામાં જાણીતું નામ હતું. ઓસ્ટ્રેલિયામાં ટૂંકી બીમારી બાદ તેમનું અવસાન થયું હતું.
4
અમદાવાદ: છેલ્લા કેટલાક વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં રહેતા જાણીતા ગુજરાતી ગાયિકા મીના પટેલનું 56 વર્ષની વયે વિધન થયું હતું. મીના પટેલ પ્રભાતિયા અને લગ્ન ગીતોને લઈને જાણીતા હતા.