IPL સટ્ટાકાંડમાં ગુજરાતી યુવતીની થઈ ધરપકડ, પતિ સાથે મળી ચેનલના સિગ્નલને હેક કરીને ચલાવતા હતા નેટવર્ક, જાણો વિગત
આ કેસમાં હરેશ અને પૂનમની ધરપકડ માટે ઈન્દોર પોલીસ ગુજરાત આવી હતી. ત્યારબાદ પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી હરેશ ચૌધરીની પત્ની પૂનમ ચૌધરી ઉર્ફે પૂનમ પ્રજાપતિની ધરપકડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરેશ ચૌધરીએ અમદાવાદની નિરમા યુનિ.માંથી સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું છે. તે એટલો કોઇ પણ જગ્યાએથી ફોન કરે પરંતુ તેનું ફોન લોકેશન રાધનપુર જ બતાવતું હતું. હરેશની હોશિયારની જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હરેશ ચૌધરી કચ્છના બુકી કમલેશ ઠક્કરનો પંટર હતો.
ઈન્દોરની સાયબર સેલની એક ટીમે રાધનપુર ખાતે હરેશના ઘરે રેડ કરી હતી. પરંતુ હરેશ વિદેશ ભાગી ગયો હોવાનું કહેવામાં આવે છે. ઈન્દોર પોલીસને માહિતી મળી હતી કે પૂનમ વિદેશ ભાગી ગઇ નથી પરંતુ અમદાવાદમાં છે. બાદમાં અમદાવાદ પોલીસની મદદથી પૂનમની ધરપકડ કરી હતી. પૂનમના પકડાયા બાદ અનેક રહસ્યો પરથી પડદો ઉઠવાની સંભાવના છે.
અમદાવાદઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સ ચેનલની વેબસાઇટ હેક કરીને સટ્ટો રમાડવાના આરોપમાં ઇન્દોર પોલીસે રાધનપુરની પૂનમ ચૌધરીની ધરપકડ કરી છે. મૂળ રાધનપુરની પૂનમની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસની મદદથી ઇન્દોરની પોલીસે પૂનમને ઝડપી હતી.
આઈપીએલ મેચમાં સ્ટાર ટીવીની વેબસાઈટ હેક કરી લાઈવ મેચ કરતા આઠ સેકન્ડ અગાઉ પ્રસારણ જોઇ સટ્ટો રમતા બુકી અંકિતની ઈન્દોર ખાતેથી ધરકપડ કરવામાં આવી હતી. તેની પાસેથી પોલીસને ત્રણથી ચાર નામ મળ્યા હતા. જેમાં રાધનપુરનો હરેશ ચૌધરી અને તેની પત્ની પૂનમ ચૌધરીનું નામ ખુલ્યુ હતું. પૂનમ ચૌધરીના પતિ એવા હરેશે જ વેબસાઈટ હેક કરી કરોડોની કમાણી કરી હતી.
મળતી વિગતો અનુસાર, મધ્યપ્રદેશના હોલ્કરમાં 12 અને 14મેના રોજ રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબ, કોલકત્તા નાઇટરાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની મેચ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સ ચેનલના સિગ્નલ હેક કરીને પૂનમ અને તેનો એન્જિનિયર પતિ હરેશ સટ્ટો રમાડતા હતા. આ સટ્ટાકાંડમાં હરેશનું નામ પણ સામે આવ્યું છે. હાલમાં હરેશ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -