જમીન વિવાદને લઈને બહુચરાજીમાં હિંસક અથડામણ: થઈ પિતા-પુત્રની હત્યા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટના અંગે હાંસલપુરના ભરવાડ જીવણભાઈ ફરિયાદ આધારે પોલીસે ડેડાણાના ભરવાડ મણા હરજીભાઈ, પ્રકાશ અજમલભાઈ, તેરા રામાભાઈ, સોમા માનાભાઈ, પરમા માનાભાઈ, જકસી હીરાભાઈ, શકરા રઘુભાઈ, વિહા શકરા, લક્ષ્મણ જકસીભાઈ, ચંપા લક્ષ્મણભાઈ, બેચરના લાબા હાથીભાઈ, ડેડાણાના કનુ લક્ષ્મણભાઈ, વિષ્ણુ ગોકળભાઈ અને દિનેશ ગોકળભાઈ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધી પીઆઈ આચાર્ય તપાસ હાથ ધરી છે.
મહેસાણા હોસ્પિટલ લઈ જવાયા બાદ ત્યાં કાનજીભાઈ ભરવાડ અને તેમના પુત્ર રમેશનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને મહેસાણાની ખાનગી આઈસીયુમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
હાંસલપુરના પૂર્વ સરપંચ કાનજીભાઈ ધુડાભાઈ ભરવાડ (60), તેમના પુત્ર રમેશ કાનજીભાઈ ભરવાડ, મફાભાઈ ધુડાભાઈ ભરવાડ, રામાભાઈ હરજીભાઈ ભરવાડ, અને માતમ હરજીભાઈ ભરવાડને ગંભીર ઈજા થતાં સ્થાનિક દવાખાને સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા લઈ જવાયા હતા.
બહુચરાજી પાસે ફીંચડી જવાના માર્ગે આવેલી બોખલા કૂવાવાળી જગ્યાની જમીન મામલે ગુરૂવારે સવારે 9 વાગે હાંસલપુર ભરવાડા કાનજીભાઇ ધુડાભાઈ અને ડેડાણાના ભરવાડ મણાભાઈ હરજીભાઈના જુથો વચ્ચે લાકડી અને ધારિયા સહિતના હથિયારોથી હિંસક અથડામણ થઇ હતી.
બહુચરાજી: બહુચરાજીમાં ફીંચડી રોડ પર આવેલી જમીનના કબજા બાબતે ગુરૂવારે ડેડાણા અને હાંસલપુર ગામના ભરવાડના જુથો વચ્ચે થયેલી હિંસક અથડામણ થઈ હતી જેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી. હાંસલપુરના પૂર્વ સરપંચ કાનજીભાઈ ભરવાડ અને તેમના પુત્રનું મોત થયું હતું. આ અંગે ડેડાણા, બેચરના 15 શખ્સો સામે ગુનો નોંધી બહુચરાજી પોલીસે તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -