હાર્દિક પટેલની ધ્રાંગ્રધામાં કરાઇ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?
આ મુદ્દે વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ હરિપર ગામે ધ્રાંગધ્રાના ટીડીઓ દ્વારા હાર્દિક પટેલ અને કૌશિક પટેલ ઉપર ફરિયાદ નોંધાઇ હતી.જેને લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હાર્દિક પટેલ અને કૌશિક પટેલની ધરપકડ કરી હતી અને તેમને જામીન આપી દેવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં હાર્દિક પટેલે જાહેર સભા સંબોધી હતી ત્યારે ભાજપ વિરોધી મતદાન અને રાજકીય પક્ષોની વાતનો ઉલ્લેખ કરી આચારસંહિતાનો ભંગ કર્યો હતો. કારણ કે તેણે મંજૂરી લેતા સમયે ધાર્મિક સભાની મંજૂરી મેળવી હતી.
મળતી વિગતો અનુસાર, હાર્દિક પટેલ અને કૌશિક પટેલ બંનેએ તાલુકા પોલીસ સ્ટેશને હાજર રહી જામીનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન લીધે આચારસંહિતા લાગી હતી પરંતુ ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામે ચાય પે ચર્ચાનો ધાર્મિક કાર્યક્રમ રાખ્યો હતો.
ધ્રાંગ્રધાઃ સુરેન્દ્રનગરના ધ્રાંગ્રધા પોલીસે પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. હાર્દિક પટેલની સાથે કૌશિક પટેલની પણ ધરપકડ કરાઇ હતી. જોકે, આજે હાર્દિક પટેલને થોડા જ સમયમાં જામીન મળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ભડકાઉ ભાષણ આપવા બદલ ધ્રાંગ્રધા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ અને કૌશિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -