✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જામનગરઃ હવસખોર બાપ છ વર્ષથી સગીર દીકરી પર ગુજારતો બળાત્કાર, ઘટના સામે આવતાં ખળભળાટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jul 2018 03:46 PM (IST)
1

હાલ પોલીસે સગીરાનું મેડિકલ પરીક્ષણ કરવાની કવાયત હાથ ધરી છે. અગાઉ મહિલાએ દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ કરી હતી. આ સમયે પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. જોકે, સગીરા જામનગરથી મળી આવી હતી અને તેનું નિવેદન લેતાં ચોંકવનાર વિગતો બહાર આવી હતી.

2

હવસખોર પિતાએ આ સમયગાળા દરમિયાન સગીરાને અલગ અલગ જગ્યાએ લઈને બળાત્કાર ગુજાર્યો હતો. માતાએ આ બધાથી કંટાળીને અંતે 21મી જુલાઇના રોજ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પતિ ભીખાભાઈ સામે બળાત્કાર અને હુમલાની ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3

એકવાર સાવકી દીકરી પર બળાત્કાર ગુજાર્યા પછી હવસખોરની હવસ સંતોષાઇ નહોતી અને પછી તો વારંવાર તેના પર બળાત્કાર ગુજારવા લાગ્યો હતો. છ-છ વર્ષ સુધી સાવકા બાપે હવસ સંતોષી હતી. સગીરા અને તેની માતા આનો વિરોદ કરે તો પિતા બંનેને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો અને તેમની સાથે મારઝૂડ પણ કરતો હતો.

4

જામનગરઃ જામજોધપુરના સોનવડિયામાં સાવકા પિતા સગીર પુત્રી પર છ-છ વર્ષથી બળાત્કાર ગુજારતો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. માતાએ પતિ સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સગીરાને મેડિકલ પરીક્ષણ માટે મોકલવામાં આવી છે.

5

આ અંગેની વિગતો એવી છે કે, જામજોધપુરના સોનવડિયામાં રહેતા ભીખાભાઇ નૈયાભાઇ રબારીના છ વર્ષ પહેલાં બીજા લગ્ન થયા હતા. પત્ની પોતાની સાથે આગલાં પતિથી થયેલી સગીર દીકરીને પણ લઈ આવી હતી. ભીખાભાઇની નજર આ દીકરી પર બગડી હતી અને લાગ મળતાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

  • હોમ
  • ગુજરાત
  • જામનગરઃ હવસખોર બાપ છ વર્ષથી સગીર દીકરી પર ગુજારતો બળાત્કાર, ઘટના સામે આવતાં ખળભળાટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.