પ્રાંતિજની નર્સિંગની વિદ્યાર્થિની સાથે યુવકે શારીરિક સંબંધ બાંધી બનાવી પ્રેગ્નન્ટ પછી શું કર્યું, જાણો વિગત
યુવતી કુંવારી માતા બન્યા બાદ પ્રેમીનું અસલી સ્વરૂપ બહાર આવ્યું હતું અને પોતાને સ્વીકારીને ઈન્કાર કરતાં ગભરાઈ ગયેલી યુવતીએ બળાત્કારની પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી જેની પોલીસ તપાસ કરી છે.
પ્રાંતિજના ઈન્દીરાનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં કોલેજીયન યુવતી રહેતી હતી. ઘરે કોલેજ જવા માટે નીકળતી હતી ત્યારે યુવાન તેનો પીછો કરતો હતો અને તેને વારંવાર જોઈ રહેતો હતો જોકે ત્યાર બાદ યુવાને યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને યુવતીને કુંવારી માતા બનાવી દીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
દાહોદ જિલ્લાની 20 વર્ષિય યુવતી ગાંધીનગર જિલ્લામાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી તેણીએ પ્રાતિંજના એક વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી તે દરમિયાન પરિણીત યુવાનના સંપર્કમાં આવી હતી અને બંન્નેની આંખો મળી ગયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો જેમાં યુવતી ગર્ભવતી બની ગઈ હતી અને બાળકને જન્મ આપ્યો હતો.
હિંમતનગર: પ્રાંતિજના ઈન્દીરાનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી કોલેજીયન યુવતીને રઈશ નામના યુવાને પ્રેમ સંબંધ બાંધીને કુંવારી માતા બનાવ્યાની ચકચાર ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીએ બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.