નર્મદા: ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ વિસ્તારના ટેન્ટસિટીમાં ભીષણ આગ, લોકોમાં ભયનો માહોલ
આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થયાના અહેવાલ મળ્યા નથી. જોકે ટેન્ટસિટીમાં રહેલો સામાન બળીને ખાક થઈ ગયો હતો. બીજી બાજુ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિસ્તાર બાંધવામાં આવેલી ટેન્ટસિટીમાં ક્યા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આ ઘટના મંગળવારે મોડી સાંજે બની હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનર્મદામાં કેવડિયા કોલોની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિસ્તારમાં મુલાકાતીઓ માટે ટેન્ટસીટી બાંધવામાં આવી છે. જેમાં મંગળવારે મોડી સાંજે કોઈ કારણોસર ભીષણ આગ લાગી હતી. ટેન્ટસિટીના ગોડાઉનમાં આગ લાગવાના કારણે અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં ત્યાર બાદ ફાયરબ્રિગેડના કાફલો આી પહોંચ્યો હતો ત્યાર બાદ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
રાજપીપળા: કેવડિયા કોલોની ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના કેવડિયા કોલોની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિસ્તારમાં બાંધવામાં આવેલા ટેન્ટસીટીમાં બની હતી. આ ઘટના મંગળવારે મોડી સાંજે બની હતી. આગના કારણે લોકોમાં અફરાતફડી માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નહતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -