કિર્તીદાને ગાયું 'વાગે ભડાકા ભારી' ને થયો ધડાધડ ગોળીઓનો વરસાદ, જુઓ તસવીરો
જૂનાગઢઃ સોશિયલ મીડિયા પર કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટો સાથે ગોળીનો વરસાદ થતો વીડિયો રાયરલ થયો છે. પ્રાથમિક તપાસમાં આ વીડિયો જૂનાગઢનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલા લગ્નપ્રસંગમાં સંગીત કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી અને અન્ય કલાકોરો હાજરી આપી હતી. જેમાં કિર્તિદાન ગઢવીના 'વાગે ભડાકા ભારી રે' ભજન દરમિયાન લોકોએ ફાયરિંગ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવીડિયોમાં જોઇ શકાય છે કે, કિર્તીદાન ગઢવી ભજન ગાઈ રહ્યા છે, ત્યારે કેટલાક લોકો બંદૂકથી હવામાં ફાયરિંગ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ લોકો કિર્તીદાન પર પૈસાનો વરસાદ કરી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, આ લોકો દ્વારા સંખ્યાબંધ વાર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ લગ્ન પ્રસંગમાં સંતો અને સૌરાષ્ટ્રના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત હતા. ત્યારે જૂનાગઢના ફાર્મ હાઉસમાં આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે આ વીડિયો એક મહિના પહેલાનો છે. ક્ષત્રિય પરિવારના લગ્નનો આ વીડિયો હોવાનું પણ જણાવાઇ રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -