વલસાડમાં લવજેહાદ: મુંબઈ એરપોર્ટ પર પ્લેનમાં બેસે તે પહેલાં જ પ્રેમીપંખીડાની કઈ રીતે કરાઈ ધરપકડ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાતાએ પોલીસને જણાવ્યું હતું કે, સલમાન તેમની દીકરીનું અપહરણ કરી લઈ જઈ રહ્યો છે. જેથી તેના વિરૂદ્ધ તાત્કાલિક પગલા લેવામાં આવે. જેના પગલે વાપી ટાઉન પોલીસે આગળની કવાયત હાથ ધરી હતી.
ત્યાર બાદમાં વાપી પોલીસે મુંબઈ પોલીસની મદદથી તપાસ કરતા તેમનું મુંબઈ એરપોર્ટનું લોકેશન ટ્રેસ થયું હતું જેથી તાબડતોબ એરપોર્ટ પર પહોંચતાં આ બન્ને પ્રેમી-પંખીડા વિમાનમાં બેસે તેની માંડ પંદર મિનિટ પહેલા જ ઝડપી લીધા હતાં. સોમવારે બન્નેને વાપી લવાતાં સમાજના સેંકડો લોકોએ લવજેહાદ મામલે મોડી રાત સુધી હોબાળો મચાવ્યો હતો.
જ્યાંથી તે પરત ન આવતા તેને ફોન કરતા મરાઠી ભાષામાં કેસેટ વાગતા સગા સંબંધીએ તપાસ કરીને જણાવ્યુ હતું કે, તેમની દીકરી કોઈ સલમાન શેખ નામના ઈસમ સાથે મુંબઈના સહારા એરપોર્ટ ખાતે છે અને મુંબઈમાં રહેતો સલમાન શેખ તેમની પુત્રીને દુબઈ લઈ જઈ રહ્યો છે.
વાપી ચલામાં રહેતી ભાનુશાલી સમાજની એક યુવતીએ રવિવારે સાંજે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ત્રણ માસ અગાઉ તેમની 23 વર્ષિય પુત્રીના લગ્ન વલસાડ ખાતે કરાયાં હતાં. પતિની તબિયત ખરાબ હોવાથી તેમની દીકરી રવિવારે વલસાડથી વાપી હોસ્પિટલમાં તેમને મળવા માટે આવી હતી અને ઘરે જાઉં છું કહીને ઘરની ચાવી લઈને હોસ્પિટલથી ઘરે ગઈ હતી.
ત્યારે વાપી સહિત સમગ્ર જિલ્લા અને સંઘપ્રદેશ દમણ અને સેલવાસ કચ્છી ભાનુશાલી સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સમાજની વચ્ચે એવી પણ ચર્ચા ચાલી હતી કે, યુવતી ઘરેથી ભાગી ત્યારે તેઓ સવા કરોડ રૂપિયા કેસ અને 50 તોલા દાગીના લઈને ગઈ હતી.
મુંબઇના સહારા એરપોર્ટથી વાપી પોલીસે યુવક અને યુવતીનો કબજો લીધો ત્યારે તેમની પાસેથી 3 મોટી બેગ મળી હતી. સોમવારે યુવક અને યુવતીને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતાં.
મુંબઈ ડોમેસ્ટીક એરપોર્ટથી બંને પહેલા કોલકાતા જવાના હતા. જ્યાં ઇંટરનેશનલ એરપોર્ટથી તેઓ દુબઇ જવા માટે અન્ય વિમાનમાં બેસવાના હતા. સવારે મુંબઈથી મુસ્લિમ યુવકને વાપી લાવતા તેના 3 મિત્રો મુંબઈથી વાપી પોલીસ સ્ટેશને આવ્યા હતા. જ્યારે ત્યાં ઉભેલા સમાજના લોકોએ યુવકોથી ત્યાં આવવાનું કારણ પુછતાં તેમણે સલમાનનો મિત્ર હોવાનું કહ્યુ હતું. જેથી ઉશ્કેરાયેલા ટોળાએ ત્રણેયને મેથીપાક ચખાડ્યો હતો.
આ પરિણીતાની માતાએ ફરિયાદ નોંધાવતા વાપી ટાઉન પોલીસ સાંજથી સતત મુંબઈના સહારા પોલીસ સાથે ફોન ઉપર સંપર્કમાં રહી યુવક યુવતીનો ફોટો અને નામ વોટ્સઅપ કરી માહિતી આપી હતી. સહારા એરપોર્ટથી તેઓ રાતના 9 વાગે વિમાનમાં બેસીને ઉડી જવાના હતાં. જ્યારે મુંબઇ પોલીસ સહારા એરપોર્ટ ઓથોરિટીની મદદથી યુવક યુવતીને ઓણખ કરી પ્લેનમાં ચડે તેના 15 મિનિટ પહેલા 8.45એ પકડી પાડી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.
વાપી: વાપી ચલામાં રહેતી અને વલસાડ પરણેલી ભાનુશાલી સમાજની 23 વર્ષિય યુવતી રવિવારે પોતાના માતા-પિતાને મળવા માટે વાપી જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી હતી. જોકે મોડે સુધી તે પરત ન ફરતા સાસરિયાઓએ તેની તપાસ કરતાં તેનો મોબાઇલ ફોન પર મરાઠી ભાષામાં કેસેટ વાગતી હતી, જેથી શંકાના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -