ભુજના આશ્રમમાં 3 બાળ આરોપીઓએ જ 7 બાળકોને હવસનો શિકાર બનાવી કર્યું સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય. જાણો વિગત
માહિતી અનુસાર, ભુજની ભાગોળે મિરઝાપરના સીમાડામાં આવેલા આશાપુરા ધામ તરીકે જાણીતા વિસ્તારમાં મિશન ઈન્ડિયા કારુણ્ય બાલનિકેતન (આશ્રમ) આ ઘટના બની છે, આશ્રમમાં કુલ ૧૭ બાળકો રહે છે. જેમાં સાત બાળકો પર દુષ્કર્મ થયું, આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ તે જ આશ્રમમાં રહેતો એક અને પહેલાંથી હાંકી કઢાયેલા બે સહિત ત્રણ બાળકોએ આશ્રમના જ ૭ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું હતું.
સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યુ થયું હોવાની વાત બહાર આવતા સિંગલ મધરની સાથે સાથે લઘુમતી મોરચાના રફીક મારા તથા મહિલા અગ્રણી માનસી શાહે આશ્રમ ખાતે દોડી આવ્યા હતા. બાદમાં આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્ય હતો અને એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ભોગ બનેલા બાળકો ૮ થી ૯ વર્ષની ઉંમરના છે.
ભુજઃ શહેરમાં આવેલી મરિઝાપર પાસે આવેલા બાળ આશ્રમમાં સાત બાળકો ઉપર અન્ય ત્રણ બાળકોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસે ત્રણેય બાળ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.