રાજ્યકક્ષાના 72માં સ્વતંત્રતા દિનની ઉજવણી સુરેન્દ્રનગરમાં, CM રૂપાણી લહેરાવશે તિરંગો
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે 14મીએ સુરેન્દ્રનગર પોલીસ હેડ કવાર્ટરમાં રાજયપાલ સાથે એટહોમ અને સાંજે આર્ટસ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આવતી કાલે સ્વતંત્રતા દિવસના રોજ સવારે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગો લહેરાવી તેને સલામી આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગર: 72મા સ્વતંત્રતા પર્વની રાજયકક્ષાની ઉજવણી આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં થનાર છે. સુરેન્દ્રનગરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે. અને આ 15મી ઓગસ્ટના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં તિરંગો લહેરાવી સલામી આપશે. આ કાર્યક્રમને લઈને શહેરને સમગ્ર જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાવામાં આવ્યો છે.
વિવિધ પ્લાટુનો દ્વારા કરતબના કાર્યક્રમો અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. જ્યારે બપોરે સાયલામાં યોજાનાર શૈક્ષણિક સંમેલન પ્રેમની પરબમાં પણ મુખ્યમંત્રી વિજય રુપાણી હાજરી આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -