ભરૂચ: ટ્રેન અને કાર વચ્ચે અકસ્માતમાં પાંચનાં મોત, વિદ્યાર્થીઓએ કરી બૂમાબૂમ
આ દરમિયાન દયાદરા ખાતેની ખુલ્લી રેલવે ફાટક પરથી પસાર થઈ રહી હતી. તે સમયે પુરઝડપે ધસી આવતી ગુડ્સ ટ્રેનની ટક્કર વાગતાં કાર સાઈડમાં પલટી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદયાદરા ગામે આવેલાં દારૂલ ઉલુમના 15 જેટલા બાળકોની સંસ્થાની ઈકો કારમાં ઉમરાજથી ફાતીયા પઢી પરત દયાદરા દારૂલ ઉલુમ લઈ જવાઈ રહ્યાં હતાં.
અકસ્માતમાં ઈકો કારમાં સવાર પાંચ વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યાં હતાં અને 15 જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતાં.
ભરૂચના દયાદરા ગામની રેલવે ફાટક ક્રોસ કરી રહેલ દારૂલ ઉલુમના બાળકો ભરેલી કાર ગુડ્સ ટ્રેનની ટક્કર લાગતાં કાર પલટી ગઈ હતી.
ભરૂચ: ભરૂચ તાલુકાના દયાદરા ગામે આવેલ રેલવે ક્રોસ કરી રહેલી ઈકો કારને ટ્રેને ટક્કર મારતાં કારમાં સવાર દયાદરાના નુરે મહમદી દારૂલ ઉલુમના પાંચ છાત્રોનાં મોત થયા હોવાની ઘટના રવિવારે મોડી રાતે બની હતી. સાતથી વધારે છાત્રોને અકસ્માતમાં ઈજા થતાં તેમને સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે હોસ્પિટલની બહાર લોકોનાં ટોળા એકત્ર થઈ ગયાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -