ફિક્સ પગારને લઈને આજે સુપ્રિમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી
નવી દિલ્હીઃ ફિક્સ પગારને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી પર સૌની નજર રહેશે. છેલ્લા 6 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં ચાલતી કાર્યવાહીમાં આજે કોર્ટના ત્રણ જજની બેન્ચ આ કેસની સુનાવણી કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટ નંબર પાંચમાં જસ્ટીસ એસ.એ. બોબડે, જસ્ટીસ નાગેશ્વર રાવ અને જસ્ટીસ સુભાષ રેડ્ડી એમ ત્રણ ન્યાયમુર્તિઓની ખંડપીઠ સમક્ષ મંગળવારે સવારે 10-30 કલાકે પ્રથમક્રમે ફિક્સ પગાર કેસની સુનાવણી હાથ ધરાય તેમ છે. લાંબા સમય બાદ પ્રથમ વખત પહેલાક્રમે આ કેસ લિસ્ટીંગ થતા ગુજરાત સરકારે સામાન્ય વહિવટ, કાયદા અને નાણા વિભાગના ઓફિસરોને દિલ્હી દોડાવ્યા છે.
નોંધનીય છે કે, વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ફિક્સવેતન નીતિનો છેડ ઉડાડ્યો હતો. સમાન કામ-સમાન વેતનના સિધ્ધાંતે વિતેલા દાયકામાં બાંધ્યા વેતન સરકારી નોકરીમાં આવેલા કર્મચારીઓની તરફેણમાં ચૂકાતો આપ્યો હતો. આ હુકમ સામે ગુજરાત સરકારે સુપ્રીમમાંથી મનાઈ હુકમ મેળવ્યો હતો અને ફેરવિચારણા માટે અપીલ કરી હતી. આમ 6 વર્ષતી સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક કાર્યવાહીમાં ન્યાયમુર્તિઓની બેન્ચ સમક્ષ 26 વાર સુનાવણી થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -